________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
“છ પદના પત્ર વિષે બોલતાં શ્રી લઘુરાજ સ્વામી કહે છે: “એ પત્ર અમારી અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ દૂર કરાવનાર છે, ન ઊભા રહેવા દીધા ઢુંઢિયામાં, ન રાખ્યા તપ્પામાં, ન વેદાંતમાં પિસવા દીધા કેઈ પણ મતમતાંતરમાં ન પ્રવેશ કરાવતાં માત્ર એક આત્મા ઉપર ઊભા રાખ્યા. એ ચમત્કારી પત્ર છે. જીવની ગ્રતા હોય તે સમ્યકત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તે એ અદ્ભુત પત્ર છે.”
શ્રીમદ્ આ વર્ષે નિવૃત્તિ લઈને કાઠિયાવાડમાં રાણપુર પાસે હડમતાળા નામના નાના ગામ તરફ પધાર્યા હતા. ત્યાં પણ વડેદરા, બોટાદ, સાયલા, મોરબી વગેરે સ્થળેથી મુમુક્ષજને આવ્યા હતા, અને અનેક ભવ્ય જીને સત્સમાગમબેધ વગેરેને લાભ મળ્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org