________________
૧૭૨
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ડા દિવસ પછી “સમાધિશતકમાંથી સત્તર ગાથા શ્રી લલ્લુજીને શ્રીમદે વાંચી સંભળાવી અને તે પુસ્તક વાંચવાવિચારવા આપ્યું. તે પુસ્તક લઈ દાદરા સુધી ગયા એટલે પાછા લાવી “સમાધિશતકના પહેલા પાના ઉપર નીચેની અપૂર્વ લીટી લખી આપી?
આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.”
એક દિવસે શ્રી લલુજીએ શ્રીમદુને પૂછ્યું: “આ બધું મને ગમતું નથી, એક આત્મભાવનામાં નિરંતર રહું એમ ક્યારે થશે?”
શ્રીમદે કહ્યું: “બેધની જરૂર છે.” શ્રી લલ્લુજીએ કહ્યું : “ધ આપ.” શ્રીમદ્ મૌન રહ્યા.
વારંવાર શ્રીમદ્ મૌનપણને બંધ આપતા, અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. તે ઉપરથી શ્રી લલુજીએ મુંબઈ માસું પૂરું કરી સુરત તરફ વિહાર કર્યો ત્યારથી મૌનવ્રત ત્રણ વર્ષ પર્યત ધારણ કર્યું. માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાની તથા શ્રીમદ્દ સાથે પરમાર્થ કારણે પ્રશ્નાદિ કરવાની છૂટ રાખી હતી. મુંબઈની ધમાલમાં “સમાધિશતક વાંચવાનું શ્રી લલ્લુજીએ મુલતવી રાખ્યું હતું તે સુરત તરફના વિહારમાં વાંચવા-વિચારવાની શરૂઆત કરી, તેથી તેમને અપૂર્વ શાંતિ વેદાતી હતી.
મહાપુરુષે પિતે શાંતિ પામ્યા છે અને પિતે અનુભવેલા ઉપાય દર્શાવે છે. તેથી જે ક્રોધને ઉપાય તે બતાવે છે તેથી કોધ જાય, માનને ઉપાય બતાવે છે તેથી માન જાય, શાંતિને ઉપાય બતાવે છે તેથી શાંતિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org