________________
ce
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા એક દિવસ તે બે મુનિએ શ્રીમદ્દની પાસે આવ્યા ત્યારે શ્રીમદે શ્રી દેવકરણજી મુનિને પૂછ્યું: “વ્યાખ્યાન કેણ આપે છે? પર્વદા કેટલી ભરાય છે?”
શ્રી દેવકરણજીએ કહ્યું: “હજારેક માણસની પર્ષદા ભરાય છે.”
શ્રીમદે પૂછ્યું : “સ્ત્રીઓની પર્ષદા જઈ વિકાર થાય છે?”
શ્રી દેવકરણજી બોલ્યા : “કાયાથી થતું નથી, મનથી થાય છે.”
શ્રીમદે કહ્યું: “મુનિએ મન, વચન, કાયા ત્રણે વેગથી સાચવવું જોઈએ.”
શ્રી દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું : “તમે ગાદીતકિયે બેસે છે અને હીરામાણેક તમારી પાસે પડેલા હોય છે. ત્યારે તમારી વૃત્તિ નહીં ડહોળાતી હોય?”
શ્રીમદે કહ્યું : “મુનિ, અમે તે કાળક્ટ વિષ દેખીએ છીએ. તમને એમ થાય છે?”
આ સાંભળી શ્રી દેવકરણછ સજ્જડ થઈ ગયા. શ્રીમદે પૂછ્યું: તમે કેણું છે?”
શ્રી દેવકરણજીએ કહ્યું : “જેટલો વખત વૃત્તિ સ્થિર રહે તેટલે વખત સાધુ છીએ.”
શ્રીમદે ફરી પૂછ્યુંતેવી રીતે તે સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે?”
શ્રી દેવકરણજી મૌન રહ્યા.
પછી શ્રીમદે કહ્યુંઃ “હે મુનિ! નાળિયેરને ગેળે જેમ જુદો રહે છે તેમ અમે રહીએ છીએ. વીતરાગ માર્ગમાં સમ્યગદ્રષ્ટિનું સ્વરૂપ શું છે? નાળિયેરમાં રહેલે ગળે નાળિયેરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org