SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ-વૃત્તાંત સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીના કાળ કેળવણી લેવામાં હતા. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભાગવે છે, તેટલી ખ્યાતિ ભાગવવાથી તે કંઇક અપરાધી થઈ છે; પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલેાકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિના હેતુ નહેાતા, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યામાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતા. વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતા. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેના ભાવાર્થ કહી જતાં. એ ભણીની નિશ્ચિંતતા હતી. તે વેળા પ્રીતિ——સરળ વાત્સલ્યતા—મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઇચ્છતા; સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતા કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાત કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી. અભ્યાસ એટલી ત્વરાથી કરી શકયો હતા કે જે માણસે મને પ્રથમ પુસ્તકને બાધ દેવા શરૂ કર્યા હતા, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચાપડીના પાછે મેં આધ કર્યા હતા. ત્યારે કેટલાક કાવ્યગ્રંથ મેં વાંચ્યા હતા. તેમ જ અનેક પ્રકારના મેધગ્રંથા—નાના—આડાઅવળા મેં જોયા હતા; જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસજાતને બહુ વિશ્વાસુ હતા; સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy