________________
૧૧૪
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા “બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત સેવે સદગુરુકે ચરન, સે પાવે સાક્ષાત .”
તથા યમ નિયમ સંજામ આ૫ કિયો,
પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો.”
એ બે કાવ્યો હિંદીમાં પિતે રચ્યાં છે તે મુમુક્ષ જીવે બહુ ઊંડા ઊતરીને વિચારવા ગ્ય છે. તથા ત્રણ કાવ્યો ગુજરાતીમાં રચ્યાં છે તે પણ બહુ મનન કરવા ગ્ય છે. તેમાંની એક પ્રાર્થના :
હે પ્રભુ, હે પ્રભુ, શું કહું ? દીનાનાથ દયાળ
હું તે દેષ અનંતનું, ભાજન છું કરુણાળ.” અપૂર્વ અર્થ પ્રેરે તેવી મુખપાઠ કરી રોજ સવારસાંજ ભણવા યેગ્ય છે. ભક્તાત્માએ કેવા કેવા ગુણે પ્રાપ્ત કરવા યોગ્ય છે અને અત્યારે આ જીવમાં જે ગુણે નથી તે પ્રાપ્ત કરવા પ્રભુ આગળ ભાવનારૂપે દીનતાથી પ્રાર્થના કરેલી છે; હજારે મુમુક્ષઓ મુખપાઠ કરી આજે નિયમિત રીતે દિવસમાં અમુક વાર એ પ્રાર્થનારૂપ “સદ્ગુરુભક્તિ-રહસ્ય ગાય છે.
જેમ જેમ સમ્યગ્દર્શનની વિશુદ્ધિ વર્ધમાનપણાને પામે છે તેમ તેમ વીતરાગતા પણ વધે છે અને વીતરાગ ભગવંતનું ઓળખાણ પણ યથાર્થ પ્રેમપૂર્વક થાય છે. શ્રીમદ્ સં. ૧૯૪૮ના મહા માસમાં લખે છે :
બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે, અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જેગ્ય જે કઈ અમે વિશેષપણે માનતા હોઈએ તે તે શ્રી તીર્થંકરદેવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org