________________
ખભાતના સુસુક્ષુજના
૧૫૫
ભવસ્થિતિ પાકશે ત્યારે મેાક્ષે જવાશે એમ જ હાય તે। આ સાધુપણું લઇ પરિશ્રમ ઉઠાવવાની શી જરૂર ? એ વાત ચાલતી હતી તેવામાં ભાઈ શ્રી અંખાલાલ લાલચંદ આદિ ભાઈએ વાતા કરતા હતા ત્યાં શ્રી લલ્લુજી મહારાજની દૃષ્ટિ પડતાં તેમને ધર્મસ્નેહથી ઠપકા દ્વીધા કે ત્યાં શું કરેા છે ? ઉપર વ્યાખ્યાનમાં કેમ જતા નથી ? ઉપર જાએ કે અહીં આવેા. એટલે તે તેમની પાસે જઈને બેઠા અને ભવસ્થિતિના પ્રશ્ન ચર્ચાતા હતા તેને ખુલાસા યથાર્થ ન થયે। એટલે શ્રી અંબાલાલે તેમને શ્રીમદ્ની વાત કહી સંભળાવી કે તે સર્વ આગમના જ્ઞાતા છે, ઉત્તમ પુરુષ છે અને અહીં ખંભાતમાં પધારવાના છે. તે ઉપરથી શ્રી લલ્લુજીએ પૂછ્યું : “અમને તે પુરુષને મેળાપ કરાવશેા ?’” તેમણે હા પાડી.
શ્રી હરખચંદજી મહારાજને ‘ભવસ્થિતિ' સંબંધી શ્રી લલ્લુજીએ પ્રશ્ન પૂછ્યો પણ સંતાષકારક ઉત્તર નહીં મળેલા અને શ્રીમદ્દ્ની આવવાની વાત સાંભળવાથી તેમનું ચિત્ત તેમને મળવા તલસી રહ્યું હતું. તેવામાં સં. ૧૯૪૬ માં શ્રીમદ્ ખંભાતમાં પ્રથમ પધારવું થયું. શ્રી અંબાલાલભાઈને ત્યાં જ તે ઊતર્યા હતા. શ્રી અંખાલાલભાઈ પોતાના પિતા લાલચંદભાઇની સાથે શ્રીમને અપાસરે તેડી ગયા. શ્રીમદે અવધાન કરવાં છેડી દીધાં હતાં પરંતુ લાલચંદભાઈ તેમ જ શ્રી હરખચંદજી મહારાજના આગ્રહથી અપાસરામાં તે દિવસે શ્રીમદે અષ્ટાવધાન કરી બતાવ્યાં. સર્વ સાધુવર્ગ વગેરે શ્રીમદ્નની વિદ્વત્તા અને અદ્ભુત શક્તિ જોઇ આશ્ચર્ય પામ્યા.
બીજે દિવસે શ્રીમદ્ ઉપાશ્રયમાં આવ્યા અને શ્રી હરખચંદજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આ કાળમાં ક્ષાયક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org