________________
૧૫ર
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ કરતા. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખવાની પ્રેરણા પણ શ્રી સેભાગ્યભાઈએ કરેલી કે “છ પદને પત્ર” ગદ્ય હોવાથી મુખપાઠ થતું નથી, તે તે ભાવાર્થનું પદ્ય હોય તે સર્વ મુમુક્ષુઓના ઉપર મહાઉપકાર થાય.
એક પત્રમાં શ્રી ભાગ્યભાઈ શ્રી આત્મસિદ્ધિ વિષે લખે છે –
ગેસળીઆ આત્મસિદ્ધિ ગ્રંથ વાંચે છે અને વિચારે છે, તેમ જ હું પણ તે વાંચું છું. દુહા ૧૩૪ મુખપાઠ કર્યા છે અને વિચારતાં ઘણે આનંદ આવે છે. વળી પાંચ મહિના થયાં તાવ આવે છે, તે જે આત્મસિદ્ધિ ગ્રંથ આપે મેકલાવ્યો ન હોત તે આજ સુધી દેહ રહે મુશ્કેલ હતું. ગ્રંથ વાંચી આનંદ આવે છે તેથી જીવું છું. પણ હવે આપે કૃપા કરી ટીકા અર્થ મેકલવા લખ્યું છે જે હવે તરતમાં આવે તે આનંદ લેવાય, નીકર પછી આખે સૂઝે નહીં ત્યારે વાંચી શકાય નહીં; અને જ્યારે પિતાથી વંચાય નહીં ત્યારે બીજાના વાંચવાથી તે આનંદ આવે નહીં, માટે કૃપા કરી મેકલાવશો. ઘણું શું લખું?”
શ્રીમદ્ પિતાની હાથને ધમાં ઉપકાર દર્શાવતાં લખે છેઃ
“હે જિન વીતરાગ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.
હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચને પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org