________________
૧૩
ભગતના ગામના ભક્તશિરોમણિ
શ્રી સોભાગ્યભાઈ
અવધાનથી શ્રીમદુની કીર્તિ ગુજરાત, કાઠિયાવાડ અને અંગ્રેજી પત્રો દ્વારા હિંદુસ્તાનમાં પ્રસરી હતી. તે વખતે કાઠિયાવાડનું સાયલા ગામ જે “ભગતના ગામ તરીકે પ્રસિદ્ધ છે ત્યાં લલુભાઈ નામે એક નામાંકિત શેઠ રહેતા હતા. તેમની લક્ષમી સંબંધી પ્રથમ સ્થિતિ બહુ સારી હતી. પણ પુણ્યનો ઉદય પૂરો થતાં ચંચળ લક્ષ્મી ચાલી ગઈ, ત્યારે તેમણે વિચાર કર્યો કે મારવાડના સાધુઓ મંત્રવિદ્યા વગેરેમાં કુશળ કહેવાય છે, તેમાંના કેઈની કૃપાથી લક્ષમી ફરી પ્રાપ્ત થાય તેવી તજવીજ કરવી. એમ વિચારી તે મારવાડમાં ગયા અને કેઈ પ્રખ્યાત સાધુને પરિચય કરી તેમને પ્રસન્ન કરી એકાંતમાં પિતાની સ્થિતિ જણાવી કંઈ સ્થિતિ સુધરે તે ઉપાય બતાવવા વિનંતિ કરી. પરંતુ તે અધ્યાત્મપ્રેમી સાધુએ શેઠ લલ્લુભાઈને ઘણે ઠપકો આપ્યો; અને આવા વિચક્ષણ થઈ તમે ત્યાગી પાસેથી આત્માની વાત પામવાનું પડી મૂકી માયાની વાત કરે છે એ તમને ઘટે નહીં. તે સાધુના અભિપ્રાયને સમજી જવાથી લલુભાઈએ કહ્યું: બાપજી, મારી ભૂલ થઈ. મારા આત્માનું કલ્યાણ થાય તેવું મને કંઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org