________________
અમદાવાદના ઓળખીતાઓમાંથી
૧૪૫
શ્રીમદે અષાડ સુદ ૧૦ સં. ૧૯૪૬માં લખ્યું છે : “લિંગદેહજન્યજ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયો જણાયે. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા.”
શ્રીમદે આશ્વાસન પત્રમાં શ્રી જઠાભાઈની અંતરંગદશા વર્ણવી છે તે સર્વને મનન કરવા ગ્ય છે –
એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું,એ આત્મદશારૂપે ખરે વૈરાગ્ય હતે.
મિથ્યાવાસને જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગને પરમરાગી હતે, સંસારને પરમ જગુપ્સિત હતું, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યફભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી, મેહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એ એ જૂઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગને ત્યાગ કરીને ચાલ્ય ગયે. આ સહચારીઓથી મુક્ત થયે. ધર્મના પૂર્ણાહૂાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. ' અરેરે! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હેય? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય કયાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય? મેક્ષમાર્ગને દે એવું જે સમ્યક્ત્વ જેના અંતરમાં પ્રકાડ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો ! નમસ્કાર હે !'
૧૦ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org