________________
૧૪૨
શ્રીમદ્દ રાજચંદ્ર જીવનકળા ત્યાં ઊતર્યા હતા, પછી ટંકશાળમાં શેઠ ઉમાભાઈને ઘેર રહ્યા હતા. શેઠ જેસંગભાઈ ઊજમશીભાઈના નેહી મેરબીવાળા વિનયચંદ પિપટલાલ દફતરીને કાગળ લઈ શ્રીમદ્દ શેઠ જેસંગભાઈ પાસે આવ્યા હતા. તે ભલામણપત્ર અનુસાર “મોક્ષમાળા' છપાયા પછી તેની અમુક પ્રતે લેવા વગેરેની મદદ તેમણે યથાશક્તિ કરી હતી. તેમના ઉતારે શેઠ જેસંગભાઈ ઘણી વખત રાત્રે જતા. શ્રીમદ્દ તેમના મનની વાત જાણીને પ્રગટ કહેતા તેથી તેમને તથા સમાગમમાં આવનારને આશ્ચર્ય લાગતું અને વિદ્વાન મોટા માણસ છે એમ જાણી શકેલા. પણ આત્મકલ્યાણની ભૂખ તે વખતે લાગેલી નહીં તેથી યથાર્થ ઓળખાણ થયેલું નહીં. બહારની આડત સાથે વિશેષ સંબંધ હોવાથી પ્રસંગોપાત્ત શેઠ જેસંગભાઈને પરગામ જવું પડતું અને નિવૃત્તિ ઓછી મળતી તેથી તેમના નાના ભાઈ શ્રી જૂઠાભાઈને તેમની સ્વાગતામાં સુપરત કર્યા હતા. શ્રી જૂઠાભાઈ શ્રીમની બરદાસ રાખતા. તેથી તેમને શ્રીમદ્દ વિશેષ પરિચય થયું અને પૂર્વના સંસ્કારને લઈને ગાઢ ઓળખાણ થયું; અને શ્રીમદ્ પ્રત્યે તેમને પૂજ્યભાવ વધતે ગયે. આ વખતે શ્રી જૂઠાભાઈ સાથે શ્રીમદ્ તેમની દુકાને ઘણી વખત જતા, બેસતા અને બીજાના મનની વાત જાણી કહેતા તેથી તેમને વિનેદ ઉપને.
શેઠ દલપતભાઈ ભગુભાઈને વંડે શ્રીમદે એ અરસામાં અવધાન કરી બતાવ્યાં હતાં. તે જોઈને તથા દરરેજના પરિ. ચયથી આત્મપ્રભાવની છાપ પડવાથી શ્રી જૂઠાભાઈને શ્રીમના સમ્યગ્દર્શનાદિ અંતરગુણોની યથાર્થ ઓળખાણ થયેલી; તેથી તે શ્રીમદ્દના બહુ ગુણગ્રામ કરતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org