________________
૧૩૮
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા કાશીબહેને કહ્યું: “ના, હું તે કાશી છું.” એવામાં ત્રિભોવનદાસ આવ્યા. તેમને શ્રીમદે કહ્યું કે “આને હજી ત્રણ વર્ષ પણ પૂરાં થયાં નથી. પિતાનું નામ “કાશી પાડ્યું છે એવી સમજણના સંસ્કારે તે થેડી મુદતના છે; છતાં એને કહીએ છીએ કે તું આત્મા છે, ત્યારે કહે છે કે ના, હું તે કાશી છું. આવી બાળદશા છે.”
દિગંબર પંડિત શ્રી ગોપાળદાસજી બરૈયાએ, શ્રીમદ્ દિગંબર મંદિરમાં સ્વાધ્યાય કરતા હતા ત્યારે, વિનંતી કરેલી કે “ગોમટસારના અનુવાદમાં જે ત્રુટિઓ જણાય છે, તે પૂરી કરી દેશે ?”
શ્રીમદે ઉત્તર આપે : “અમે તે શાસ્ત્ર માત્ર આત્માને અર્થે વાંચીએ છીએ.”
માંડવી દેરાસરમાંથી “લેપ્રકાશ” અને “ડશક” મગાવી ચારેક દિવસમાં હસ્તલિખિત તે મોટા ગ્રંથે વાંચી તેની પાનવાર વિગત કહી બતાવતા.
એક દિવસે મુંબઈ તારદેવને રસ્તે ફરવા ગયેલા રસ્તામાં ચાલતાં ચાલતાં ગ્રંથનું નામ, તેના કર્તાનું નામ, તે ગ્રંથને પ્રથમ શ્લેક અને છેલ્લે બ્લેક, પછી બીજા ગ્રંથનું નામ વગેરે એમ એક કલાક ફર્યા ત્યાં સુધી બેલતા જ ગયા.
શ્રીમદ્ મુંબઈ વ્યાપારમાં જોડાયા ત્યારથી ભાગીદારે સાથે કેમ પ્રવર્તવું તેને નિર્ણય તેમણે કરી રાખેલે, તે તેમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org