________________
૧૩૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા સં. ૧૯૫૬માં ડો. હેપ્પીને પ્લેગ અટકાવવા રસી આપવાનું શરૂ કર્યું. કેટલાક આર્યો જાહેર મેળાવડે કરી રસી નખાવવા તૈયાર થયા. તે (ઈનોક્યુલેશન) સંબંધી શ્રીમ આ અભિપ્રાય હતે: “મરકીની રસીના નામે દાક્તરેએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારાં અશ્વ આદિને રસીને બહાને રિબાવીને મારી નાંખે છે, હિંસા કરી પાપને પિષે છે, પાપ ઉપાજે છે. પૂર્વે પાપાનુબંધી પુણ્ય ઉપામ્યું છે, તે ગે વર્તમાનમાં તે પુણ્ય ભેગવે છે, પરિણામે પાપ વહોરે છે, તે બિચારા દાક્તરોને ખબર નથી. રસીથી દરદ દૂર થાય ત્યારની વાત ત્યારે, પણ અત્યારે હિંસા પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દરદ પણ ઊભું થાય.” તે વિષે દાખલા, દ્રષ્ટાંત સહિત નક્કી કરી આપવા દરિયા કિનારે એક જાહેર મેળાવડે કરવાના આમંત્રણપત્ર(હેન્ડબિલે)માં સભા બોલાવનાર તરીકે બીજું નામ સાથે પદમશીભાઈનું નામ લખવું એમ શ્રીમદે સૂચવ્યું.
પદમશીભાઈએ કહ્યું : સાહેબજી, રસી નખાવનાર એક જાહેર વ્યક્તિએ મારા શેઠિયાઓ ઉપર લૌકિક મોટો ઉપકાર કર્યો છે, જેની અંદર હું પણ આવી જાઉં છું. તેની વિરુદ્ધ મારે સભા બોલાવવી એ યંગ્ય નથી ધાર. કદી તેમ થશે તે ઊલટો તે ચિડાઈ અમને નુકસાનમાં ઉતારશે, માટે મારું નામ નહીં હોય તે સારું.”
શ્રીમદે કહ્યું: “તેણે લૌકિક ઉપકાર કર્યો છે, તેને બદલે લૌકિક હેય. વળી આ કૃત્ય તે હિંસાના ઉત્તેજનને અટકાવનાર છે, માટે તે લાભનું કારણ છે. છતાં તે વિરુદ્ધ થાય તે કંઈ ડરવા જેવું નથી. જ્યાં ધર્મનું કાર્ય હોય ત્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org