SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રીમદ્ રાજચદ્ર જીવનકળા અથવા તેની વફાદાર નાકર હાત ને તેટલા જ પ્રેમથી ચા આપત તા ? એવી બહેનો, એવી નાકરાનાં દૃષ્ટાંતા આપણને આજે નહીં મળે ? અને નારીજાતિને બદલે એવા પ્રેમ નરજાતિમાં જોયા હાત તેા તમને સાનંદાશ્ચર્ય ન થાત ? હું કહું છું તે વિચારજો.’ રાયચંદભાઈ પોતે વિવાહિત હતા. એ વેળા તે મને તેમનું વચન કઠોર લાગેલું, એવું સ્મરણ છે; પણ તે વચને મને લેાહચુંબકની જેમ પકડ્યો. પુરુષ ચાકરની એવી વફાદારીની કિંમત પત્નીની વફાદારી કરતાં તે। હજાર ગણી ચડે. પતિ– પત્ની વચ્ચે અય હાય, એટલે તેમની વચ્ચે પ્રેમ હાય એમાં આશ્ચર્ય નથી. નાકર-શેઠ વચ્ચે તેવા પ્રેમ કેળવવા પડે. મારે પત્નીની સાથે કેવા સંબંધ રાખવા ? પત્નીને વિષયભાગનું વાહન બનાવવી એમાં પત્ની પ્રત્યે કયાં વફાદારી આવે છે ? હું જ્યાં લગી વિષય-વાસનાને આધીન રહું ત્યાં લગી મારી વફાદારીની પ્રાકૃત કિંમત જ ગણાય.” આ પ્રકારે ગાંધીજી બ્રહ્મચર્યની દિશાએ દોરાયા. વળી ગાંધીજી ૧૫-૧૧-૧૯૨૧ ના રાજ શ્રીમદ્ રાજચંદ્ર જયંતી પ્રસંગે અમદાવાદમાં પ્રમુખસ્થાનેથી ખેલે છે : “ રાયચંદભાઈ સાથેના મારા પ્રસંગ એક જ દિવસના ન હતા. ઈ. સ. ૧૮૯૧ના જૂનની આખરે મુંબઇમાં ઊતરીને હું પહેલવહેલા જે ઘરમાં ગયેલે તે મને ખરાખર યાદ છે. ડૉ. મહેતાએ ને ભાઈ રેવાશંકર જગજીવને મારી તેમની સાથે ઓળખાણ કરાવી. ત્યારથી એમના મરણાંત સુધી અમારા સંબંધ નિકટમાં નિકટ રહ્યો હતા. ઘણી વાર કહીને લખી ગયા છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy