________________
૧૨૦
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહા ખેદની સાથે ગૌણ કરે પડ્યો અને ખરે! જે તેમ ન થઈ શક્યું હોત તે તેના (આ પત્રલેખકના) જીવનને અંત આવત.”
“મોક્ષમાળા'ના પાઠ બારમામાં ઉત્તમ ગૃહસ્થ વિષે તથા પાઠ પિસ્તાલીશમામાં “સામાન્ય મનોરથ” નામના કાવ્યમાં તેમ જ પાઠ પંચાવનમામાં “સામાન્ય નિત્યનિયમ'માં ગૃહસ્થાશ્રમ સંબંધી પિતાના વિચારે કંઈક પ્રદર્શિત કર્યા છે. પરંતુ પાઠ ૬૧ થી ૬૬ સુધીમાં ‘સુખ વિષે વિચાર લખી સંક્ષિપ્ત નવલકથાના રૂપમાં દ્વારિકાના મહાધનાઢ્ય ધર્મમૂર્તિ શ્રાવક ગૃહસ્થનું ચિત્ર આલેખ્યું છે. તેમાં આદર્શ ગૃહસ્થ પિતાની ચર્યા વર્ણવે છે. તેમાંથી ડું નીચે પ્રદર્શિત કર્યું છે, તે દરેક ગૃહસ્થ મનન કરવા ગ્ય છે –
“જે કે હું બીજા કરતાં સુખી છું; તે પણ એ શાતા વેદની છે સત્-સુખ નથી. જગતમાં બહુધા કરીને અશાતા વેદની છે. મેં ધર્મમાં મારે કાળ ગાળવાને નિયમ રાખે છે. સલ્ફાસ્ત્રોનાં વાંચન, મનન, સત્પરુષને સમાગમ, યમનિયમ, એક મહિનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, બનતું ગુપ્તદાન, એ આદિ ધર્મરૂપે મારે કાળ ગાળું છું. સર્વ વ્યવહાર સંબંધીની ઉપાધિમાંથી કેટલેક ભાગ બહુ અંશે મેં ત્યાગે છે. પુત્રોને વ્યવહારમાં યથાયોગ્ય કરીને હું નિગ્રંથ થવાની ઈચ્છા રાખું છું. હમણું નિર્ગથ થઈ શકે તેમ નથી; એમાં સંસારમે હિની કે એવું કારણ નથી, પરંતુ તે પણ ધર્મ સંબંધી કારણ છે. ગૃહસ્થ ધર્મના આચરણ બહુ કનિષ્ટ થઈ ગયાં છે; અને મુનિએ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બેધ કરી શકે; આચરણથી પણ અસર કરી શકે. એટલા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org