________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ
સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા એર છે અને વર્તના એર છે. એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમ્મત કર્યું છે. તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ-અપ્રીતિ છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? એટલેથી પતતું નથી, પણ તેને લીધે નહીં ગમતા પદાર્થોને જોવા, સૂંઘવા, સ્પર્શવા પડે છે અને એ જ કારણથી પ્રાયે ઉપાધિમાં એસવું પડે છે.”
૧૧૯
પેાતાના ગૃહાશ્રમ સંબંધી શ્રીમદ્ એક ભાઈને સં. ૧૯૪૬ માં લખી જણાવે છે :—
આપના પહેલાં આ જન્મમાં હું લગભગ બે વર્ષથી કંઇક વધારે કાળથી ગૃહાશ્રમી થયે। છું એ આપના જાણવામાં છે. ગૃહાશ્રમી જેને લઇને કહી શકાય છે, તે વસ્તુ અને મને તે વખતમાં કંઈ ઘણા પરિચય પડ્યો નથી; તાપણુ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણુંખરું સમજાયું છે; અને તે પરથી તેના અને મારા સંબંધ અસંતોષપાત્ર થયા નથી; એમ જણાવવાના હેતુ એવા છે કે ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપયેાગી થાય છે; મને કંઇક સાંસ્કારિક અનુભવ ઊગી નીકળવાથી એમ કહી શકું છું કે મારા ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતેાષપાત્ર નથી, તેમ ઉચિત સંતોષપાત્ર પણ નથી. તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હેાવામાં પણ મારી કેટલીક ઉદાસીન વૃત્તિની સહાયતા છે.
તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે, અને ખચીત તે તત્ત્વજ્ઞાનના વિવેક પણ આને ઊગ્યા હતા; કાળનાં બળવત્તર અનિષ્ટપણાને લીધે,
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org