________________
૧૧૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તેથી માન્ય રાખું છું, અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી, અને તેમ થવાથી આરાધતા નથી.
મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષ રહિત થવાની પરમાકાંક્ષા છે, અને તે માટે જે જે સાધન હોય, તે તે ઈચ્છવાં, કરવાં એમ માન્યતા છે અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે.
અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાવેલી મને જે સિદ્ધિ તે હવે કહું છું. તે સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે નીચેના વિચારે કૃપા કરીને લક્ષમાં લેવા
કઈ ધર્મ માનનાર આ સમુદાય કંઈ મોક્ષે જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી, પણ જેને આત્મા ધર્મત્વ ધારણ કરશે તે, સિદ્ધિસંપ્રાપ્ત થશે, એમ કહેવું છે. માટે સ્વાત્માને
બોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. તેમાંનું એક આ સાધન પણ , તે પક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાખવા યેગ્ય નથી.
જો તમે પ્રતિમાને માનનાર છે તો તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લે અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હો તે આ પ્રમાણેને યેગ્ય રીતે વિચારી જેજે. બન્નેએ મને શત્રુ કે મિત્ર કંઈ માન નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણ ગ્રંથ વાંચી જવે. - મને સંસ્કૃત, માગધી કે કઈ ભાષા મારી ગ્યતા પ્રમાણે પરિચય નથી એમ ગણું, મને અપ્રમાણિક ઠરાવશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org