________________
વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ
૧૧૧ દુ:સમ કાળના પ્રતાપે, જે લોકો વિદ્યાને બોધ લઈ શક્યા છે તેમને ધર્મતત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કંઈ (શ્રદ્ધા) સરળતાને લીધે હોય છે, તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી; ગતાગમવાળે કોઈ નીકળે તે તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિન્ન કરનારા નીકળે, પણ સહાયક ન થાય, એવી આજની કાળચર્યા છેએમ કેળવણુ પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે.
કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણું બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે, તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય હોવું જોઈએ; તેમ જ આપણું ગુરુનાં વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ; પછી તે ગુરુ ગમે તે શાસ્ત્રનાં નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમ જ આપણે જે માનીએ છીએ તે જ વીતરાગનો બોધેલે ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત્ છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચ્યા રહે છે. એને પણ અપેક્ષાથી જોતાં દોષ નથી.
જે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે કિયાએ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પિતે દીક્ષિત થયા હોય, તે મતમાં જ દીક્ષિત પુરુષનું મચ્યા રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભદ્રિતાને લીધે કાં તે દીક્ષા, કાં તે ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તે સ્મશાનવૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org