________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા મર્મપ્રકાશક વિસ્તાર ઉપરથી વિચારતાં એમ લાગે છે કે જે તે ગુહ્ય ગ્રંથનું વિવેચન પૂરું થવા પામ્યું હોત, તે આ જમાનામાં કાળજ્ઞાનને અભ્યાસ કરનારને મેટી મદદરૂપ થઈ પડત.
“જીવતત્વ સંબંધી વિચાર” અને “જીવાજીવ વિભક્તિ' એ બે લેખ પણ અપૂર્ણ પ્રાપ્ત થયેલા પ્રસિદ્ધ થયા છે, તેમાં નવ તત્ત્વ” પ્રકરણને મળતે વિષય ચર્ચલે છે.
એક વખતે વાતચીતમાં શ્રીમદે જણાવેલું કે મોક્ષમાળા' રચી તે વખતે અમારો વૈરાગ્ય “ગવાસિષ્ઠના વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામચંદ્રજીને વૈરાગ્ય વર્ણવેલું છે તેવું હતું અને તમામ જૈન આગમ સવા વર્ષની અંદર અમે અવકન કર્યા હતાં. તે વખતે અભુત વૈરાગ્ય વર્તતું હતું, તે એટલા સુધી કે અમે ખાધું છે કે નહીં તેની અમને સ્મૃતિ રહેતી નહીં.
“શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના ચાળીસમા અંકમાં, સં. ૧૯૪૪માં લખાયેલા એક લઘુ ગ્રંથને આદિ અને અંતને ભાગ છપાયેલ છે તે અપૂર્ણ દશામાં છે છતાં તે ગ્રંથને આશય “છેવટની ભલામણમાં સ્પષ્ટ જણાય છે, કે જે મનુષ્ય એક વાર પ્રતિમા પૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે; ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છું કે મારા ભણી છેડા વખત પહેલાં એવી સ્થિતિમાં રમાવી ગયા હતા, તે વેળા જે આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હત તે આપનાં અંતઃકરણે વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત, એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલાક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org