________________
૯૮
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ખુલાસો ઉપરના વિષયે કરશે, એમ જાણી અહીં આગળ જગા રેકી નથી. આશ્ચર્ય, આનંદ અને સંદેહમાંથી હવે જે આપને લાગે તે ગ્રહણ કરે.
ફુ–મારી શી શક્તિ છે? કંઈ જ નથી. આપની શક્તિ અદ્ભુત છે. આ૫ મારે માટે આશ્ચર્ય પામે છે, તેમ હું આપને માટે આનંદ પામું છું.
આપ કાશીક્ષેત્ર તરફ સરસ્વતી સાધ્ય કરવા પધારનાર છે આમ વાંચીને અત્યાનંદમાં હું કુશળ થયે છું. વારુ! આપ ન્યાયશાસ્ત્ર કયું કહે છે? ગૌતમ મુનિનું કે મનુસ્મૃતિ, હિંદુધર્મશાસ્ત્ર, મિતાક્ષરા, વ્યવહાર, મયૂખ આદિ પ્રાચીન ન્યાયગ્રંથ કે હમણાંનું બ્રિટિશ લે પ્રકરણ? આને ખુલાસે હું નથી સમ. મુનિનું ન્યાયશાસ્ત્ર મુક્તિપ્રકરણમાં જાય તેમ છે. બીજા ગ્રંથે રાજ્યપ્રકરણમાં–‘બ્રિટિશમાં માઠાં’ જાય છે; ત્રીજા ખાસ બ્રિટિશને જ માટે છે, પરંતુ તે અંગ્રેજી. ત્યારે હવે એમાંથી આપે કેને પસંદ કર્યું છે ? તે મર્મ ખુલે થે જોઈએ. મુનિશાસ્ત્ર અને પ્રાચીન શાસ્ત્ર સિવાય જે ગમ્યું હોય તે એ અભ્યાસ કાશીને નથી. પરંતુ મેટ્રિક્યુલેશન પસાર થયા પછી મુંબઈ-પૂનાને છે, બીજાં શાસ્ત્રો સમયાનુકૂળ નથી. આ આપને વિચાર જાણ્યા વિના જ વેતર્યું છે. પરંતુ વેતરવામાં પણ એક કારણ છે. શું? તે આપે સાથે અંગ્રેજી વિદ્યાભ્યાસનું લખ્યું છે કે, હું ધારું છું કે એમાં કંઈ આપ ભૂલથાપ ખાતા હશે. મુંબઈ કરતાં કાશી તરફ અંગ્રેજી અભ્યાસ કંઈ ઉત્કૃષ્ટ નથી, જ્યારે ઉત્કૃષ્ટ ન હોય ત્યારે આવું પગલું ભરવાને હેતુ બીજ હશે, આપ ચીતરે ત્યારે દર્શિત થાય. ત્યાં સુધી શંકાગ્રસ્ત છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org