SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ખરી પ્રજાકીય કેળવણી માત્ર અક્ષરજ્ઞાનમાં નથી પણ ચારિત્રમાં અને હાથપગના ઉદ્યોગમાં–જાતમહેનતમાં છે. - - - વિદ્યા સાથે વ્યાયામશિક્ષણના અગત્ય છે. વ્યાયામ દ્વારા શારીરિક અને માનસિક બેઉ બળ મેળવાય છે. વ્યાયામથી માણસ પિતાની શક્તિઓને ખીલવી શકે છે. બળ અને તંદુરસતી જીવનવિકાસના માર્ગમાં મહત્વનો ભાગ ભજવે છે. મુડદાલ શરીરમાં રહેલું મન પણ મુડદાલ હેાય છે. સંસારને નિયમ છે કે બળવાન જાતિ જ વિશ્વના સમૃહ મંડપમાં ટકી શકે છે. આજની સ્થિતિ તે તમે જાણો છો તમારે મંદિર પર તેફાની ગુંડા ચડી આવે ને તમે મુઠ્ઠીઓવાળી ભાગી જાઓ તો ભગવાનની મુર્તિઓના કકડા થાય અને આપણું નિર્બળતાનું પ્રદર્શન થાય. મૂર્તિપૂજા શા માટે? એ મહાન બાત્માનું આત્મબળ મેળવવા માટે મૂર્તિપૂજા છે. એવો આત્મા બળ વગર મેળવાશે ખરો! ઉપનિષદ શું કહે છે? જાણો છો? ઉપનિષદ ચોખ્ખું કહે છે કે - ": " ure , નાપમાત્મા બહાનેન લભ્યાઃ” નબળાએ આત્માને પામી શકતા નથી. “બલમૂલં 6િ જીવિતમ્ ” બળ–કૌવત એ જીવનને મૂલાધાર છે. જમાને નથી જોતા આજ કેવું વાતાવરણ છે? તમારે જીવવું છે? કીડાની જેમ નહિ, પણ મરદની જેમ, બહાદુરની જેમવીરની જેમ. તમારા સંતાનને બળવાન અને બહાદુર બનાવવા પ્રયત્ન કરે. વિદ્યા અને વીરતા ખીલવ્યા વિના હરગીઝ ઉન્નતિ નથી જ નથી. જે સમાજમાં સમયજ્ઞાન, કર્તવ્યશિક્ષા અને શૌર્યની તાલીમ નહિ હોય તે સમાજ ભાંગીને ભૂકકો થઈ જશે. શક્તિ વગરના દુર્બળ મનના માણસે ધર્મસાધન કે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્ય નથી સાધી શકવાના. બળવાન વીરે જ ઘર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy