SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તેની બે હિન્દી આવૃત્તિ પણ થઈ અને અંગ્રેજી આવૃત્તિ પણ તૈયાર થઈ રહી છે. આ “જૈનદર્શનના પ્રમાણભૂત મહાગ્રંથથી મુનિશીએ ભારતવ્યાપી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી એટલું જ નહિ કાર્ય સમાવિષ્ટ પંડિત સ્વામીશ્રી પ્રેમાનંદજીએ આ ગ્રંથને ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનની અણમોલ ભૂરી ગણાવી અને આ ગ્રંથ ભારતને ચરણે મૂકવા માટે મુનિશ્રીની ભૂરિસૂરિ પ્રશંસા કરી અને આ ગ્રંથના આલેખનથી મુનિએ ભારતની મહાન સેવા બજાવી છે એવા શબ્દ દ્વારા વિદ્વાન મુનિશ્રીની ભારે પ્રશસ્તિ ગાઈ છે. આ ગ્રંથની હરીફાઈ કરે એવું એક પણ પુસ્તક હજુ સુધી લખાયું ન હોઈ મુનિશ્રી આ પુસ્તક અંગે અજોડ અને પ્રમાણભૂત નિર્માતા રહ્યા છે એ જ એમની જૈનશાસ્ત્ર વિષેની પ્રમાણભૂતતા સિદ્ધ કરે છે. આ ગ્રંથમણિના પ્રકાશનને યશ પાટણની શ્રી હેમચંદ્રાચાર્ય જન સભાને ફાળે જાય છે અને તે સભાના પ્રાણુરૂપ શ્રી ભોગીલાલ ચુનિલાલ કાપડિઆ આ સભાના ઉત્કર્ષ માટે સતત દત્તચિત્ત તેમજ પ્રયત્નશીલ રહે છે તે આપણા ચરિત્ર નાયકના પરમપ્રિય ભક્ત અને સેવાપ્રિય છે. તેમની સતત ઝંખનાથી બાર બાર આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે એટલું જ નહિ, પણ મુનિશ્રીના ઘણા પુરતાના પ્રકાશનમાં તેમને મહત્વનો ફાળો છે. આ ગ્રંથમણિને ઘણું ઘણું આચાર્ય પ્રવ, પસ્થ અને મુનિવર્યોના મંગલ આશીર્વાદ મળ્યા છે એટલું જ નહિ પણ ઘણું જૈન-જૈનેતર વિદ્વાનેએ તે પુસ્તકના આલેખન માટે પ્રશંસાના પુષ્પ વેર્યા છે. આપણા શ્રુતશીલ વારિધિ આગમ પ્રમાકર સ્વ. મુનિ પુંગવ શ્રી પુણ્યવિજયજીએ જનદર્શનની અગિયારમી ભાવૃત્તિના આમુખમાં - - - - - - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy