SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ - 15 - - - આ તરફ મ. સયાજીરવે દીક્ષા પ્રતિબંધક ખરડાને કાયદાનું રૂપ આપી છેઝેટમાં કાયદા તરીકે જાહેરાત કરી. એ જાહેરાત થતાંની સાથે આ સાધુ સમુદાય અને જુનવાણી શ્રાવક સંઘેમાં આખા દેશમાં વડોદરા સરકાર સામે અને એથીય વધુ મુનિ ન્યાયવિજયજી સામે રોષ અને દ્વેષને જ્વાલામુખી ફાટી નીકળે, સંખ્યાબંધ સાધુઓ વડોદરામાં ભેગા થયા. અને ન્યાયવિજયજી સામે ફળફળતા લાવારસની જેમ અનેક આક્ષેપ કર્યા, આળ ચડાવ્યા. કલંકે મૂક્યા, અને ઝનૂનમાં આવી જે કાંઈ થઈ શકે તે બધું જ કર્યું. વિરાધીઓ તરફથી ઉપાયમાં કોઈ અણછાજતું વર્તન ન કરી જાય એના માટે જની શેરીના ઉપાશ્રયના વ્યવસ્થાપને પણ ખૂબ સાવધાની રાખવી પડતી. કારણ કે મુનિ ન્યાયવિજયજી જુની શેરીના ઉપાશ્રયમાં હતા. ધર્મનું ઝનૂન બહુ ભૂડ હેાય છે. એ ઝનૂનમાં માણસ શું કરી નાખે એ કહેવાય નહીં. અને જેને ધર્મની સમજ નથી હતી તેમાં ઝનૂન જ વધારે હોય છે. આ બધા વિરોધની સામે મુનિ ન્યાયવિજયજી સિંહની માફક ધીરતાપૂર્વક અચળ અને અડોલ સ્વસ્થભાવે બધું વાતાવરણ જોઈ રહ્યા હતા, જે કલેમેન્શોએ કહ્યું છે કે Courageous men defying the tyrants are never wanting in history But it requires true heroism to defy the tyrany of public openion (અત્યાચારીઓનો સામનો કરવાની હિમતવાળા માણસોની ઇતિહાસમાં ખેટ નથી. પણ જનતાના-સમાજના વિરોધના અત્યાચાર સામે ઝૂઝવામાં સાચી ધીરતાની જરૂર પડે છે.) મુનિ ન્યાયવિજયજીની સામે આ જ વિરોધ અને દ્વેષ ચાતક ને અત્યાચાર થતો હતો. એક તરફ ભાગે સાધુસમુદાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy