SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સમભાવી સંત સાચે જ, તેઓ મેટાં સંત હતા. પિતાના આત્માને નિર્મળ કરે અને જગતના બધા જીનું અંતરથી ભલું ચાહે, અને એ રીતે જ પોતાના વિચાર, વાણું અને વર્તનને ગોઠવે એ સત. નામનાની કામનાથી સાવ અલિપ્ત રહે, માયા અને મને દેશવટો આપે, સત્ય, પ્રેમ અને કરુણાની સદા લહાણુ કરતા રહે, આગ્રહ-દુરાગ્રહને પાસે આવવા ન દે અને સદાય અપરિગ્રહ, અનાસક્તિ અને અસંગનો આનંદ અનુભવ્યા કરે, એ સંતની મેટાઈ. આવા જ એક સાચા અને મોટા સંત આપણાથી સદાને મારે વિદાય થયા. સાચા સંતોની અછતના યુગમાં આપણે વધુ રંક બન્યા. ન્યાયવિશારદ, ન્યાયતીર્થ મુનિરાજશ્રી ન્યાયવિજયજી મહારાજનું ગત મહા વદી ૫ તા. ૨૬-૨-૭૦ ગુરુવારના રોજ સવારના ૧૦-૨૦ વાગતાં, માંડલમાં ૮૧ વર્ષની ઉંમરે સ્વર્ગગમન થયું. તેઓ તે નિર્મળ સાધુજીવન જીવીને કૃતાર્થ થઈ ગયા. પણ સાચી સાધુતાના શોધકે અને ઉપાસકેને મેટી ખોટ પડી. સર્વ જીવ કરું શાસનરસી” એ ઉદાત્ત ધર્મભાવનાના તેઓ સાચા ઉપાસક હતા. એમણે શાસન પ્રભાવનાની આ ભાવનાની જાણે પરબ જ બેસારી હતી. જે કેાઈ સહૃદય માનવી એમની પાસે જાય તેને એ અમૃતનું પાન કરવાને લહાવે મળત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy