SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ દીક્ષા ગુણગ્ય પરિશીલન કરીને ઉંમરે દીક્ષા આપવામાં આવે તે એવા પૂર્વાભ્યાસથી એ મુમુક્ષ મહાભાગ પર ચારિત્રની કુલ કેવી દીપી ઉઠશે? તેનું સંયમ તેજ કેવું ખીલી ઉઠશે? અને જનતાને તેથી કેટલો બધો લાભ થશે! સાવ સસ્થા માટે પણ વિચાર કરવાની જરૂર છે. નાની બાળાને દીક્ષા આપવી તે ઉચિત નથી. આચાર્ય વિજયદેવસૂરિના સમયમાં પણ આવી જાતનું બંધારણ ઘડાયેલું હતું. સાધ્વી સંસ્થા ઉપયોગી હેવા છતાં આજે તે વર્ગ મોટે ભાગે નિરૂપયોગી થઈ પડયો છે. તેઓની દિનચર્યા કપડા ધેવ, સીવવા, સાંધવામાં પૂરી થાય છે. સંસારી બાઈઓની જેમ ત્યાં પણ કુથલીઓ થાય છે. તેઓ ખંતથી અભ્યાસ કરીને જ્ઞાનોપાર્જન કરે, વિદુષી બને, સંસ્કૃત, પાકૃત, સત્ર, સિદ્ધાન્તમાં પાંડિત્ય મેળવી સરસ ધર્મોપદેશિકા બને, વ્યાખ્યાને દ્વારા સમાજને ખાસ કરીને નારી જગતને ધર્મબંધ આપી ઘટઘટમાં શાંતિનું વાતાવરણ ફેલાવે તે આ સાધ્વી સંસ્થા શાસનની શોભા વધારીને ઘણું ઉપયેગી કાર્ય કરી શકે. બીજી વાત અમારે અમારી ઉપદેશ શિલીને ઉદાર બનાવવાની જરૂર છે. “લીલવણુ–સુકવણું” જેવી બાબતો તરફ સમાજને આકર્ષવાને જેટલો પ્રયત્ન થાય છે ટલે તેને નૈતિક જીવન વિષેના ઉપદેશ પૂરા પાડવામાં નથી થતો. આપણે સાધારણ સમજવાળા શ્રોતાવર્ગની આગળ “પન્નવણા” જેવાં સૂત્રો વ્યાખ્યાનમાં વેચાય એને અર્થ શું ! તેઓને તેમાં શું રસ પડે. સમાજની પરિસ્થિતિ જોતાં તે તેમને સાચા ગૃહસ્થ તરીકેના કર્તવ્યના પાઠ નિયમસર શીખવવાની જરૂર છે. અમારી વ્યાખ્યાનમાળા એક શિક્ષણશાળા બનવી જોઈએ. શ્રોતાઓમાં સારી વિચાર ભાવનાઓ સીંચાય, તેમના કર્તવ્યમાર્ગનું તેમને ભાન થાય, હાનિકારક રિવાજો દૂર થાય અને તેમની જ્ઞાન-શિક્ષામાં વૃદ્ધિ થાય. જિનશાસનને વિશિષ્ટ ઉદ્યો તે **** * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy