________________
- ભીષ્મપિતા–હે ગુરૂ આ સર્વ રાજપુને અતિ પ્રેમથી, આનંદથી તથા અંત:કરણ છે પૂર્વક અત્યુત્કૃષ્ટ વિદ્યાભ્યાસ કરાવો.
એવું ભીમનું બોલવું દ્રોણાચાર્યે માન્ય કરું. ત્યારે ભીષ્મ પિતાએ બધા રાજપુત્ર - Cી લાવીને દોણાચાર્યને સ્વાધીન કસ્યા. દ્રોણાચાર્યે તેમનું ગ્રહણ કર્યું. પછી દિવસોદિવસ )
સુપાત્ર તથા સુમતિ એવા જે રાજકુંવરો, તેને વિષે ગુરૂના સંસ્કાર પ્રકાશિત થવા લાગ્યા. જેમ ઘર્ષણના સંસ્કારથી માણિક્યની શોભા વૃદ્ધિને પામે છે; તેમ દોણાચાર્યની શિક્ષાથી રાજ
બુદ્ધિ વૃદ્ધિને પામવા લાગી. વિદ્યાભ્યાસ કરવાનાં દશ સાધનો હોય છે. તેના અભ્યતર ) છે અને બાહ્ય એ બે ભેદ છે. તેમાં ગુરુ, પુસ્તક, નિવાસ, સહાય તથા ભોજન એ પાંચ બાહ્ય સાધન (O
છે, અને આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ તથા શાસ્ત્રાનુરાગ એ પાંચ અંતરંગ સાધનો છે. એ
બધાં સાધનોની સહાયતા કૌરવો અને પાંડવોને પર્ણ રીતે હતી. પરંતુ દોણાચાર્યનો પ્રેમ સર્વ હૈ. કે રાજપુની ઉપર સરખો હતો. તેમજ દ્રોણાચાર્યની ઉપર સર્વ રાજપુત્રોને પણ સરખે પ્રેમ હતો. )
અને વિદ્યાભ્યાસ પણ બધાને સરખી રીતે કરાવતા હતા. તોપણ જેમ મેયની વૃષ્ટિ સર્વ સ્થળને
વિષે સમાન થાય છે પરંતુ જલને સંચય તે કવચિત સ્થાનમાં જ થાય છે; સર્વે ઠેકાણે થતો નથી ) p, તેમ દ્રોણાચાર્ય સર્વ શિષ્યને સરખી વિદ્યાનું અધ્યયન કરાવતા છતાં કેટલાએક રાજપુત્રોની ) (5 બુદ્ધિને વિષે જૂન અને કેટલાએક રાજપુત્રની બુદ્ધિને વિષે અધિકતા પ્રકાશને પામવા લાગી. તે લી. સર્વાધિક વિદ્યાભ્યાસ કરનાર અર્જુન થયો. કેમકે, એ જેવો બુદ્ધિમાન તેવો જ ગુરૂ વિનય થી)
કરનારો હતો. ગુરુનાં ચરણોનું મર્દન કરે, ગુરૂના ચરણોદકને અમૃત તુલ્ય જાણીને તેનું પાન કરે, અને બીજી પણ નાના પ્રકારની વિધિ પૂર્વક ગુરૂની સેવા કરે તેથી અર્જુનની બુદ્ધિ અતિ
નિર્મલ થઈ કહ્યું છે કે, વિદ્યાની પ્રાપ્તિ ત્રણ પ્રકારે થાય છે– વિનયથી, અમિત ધનદાનથી આમ અથવા વિદ્યાથી વિદ્યા મળે છે. એ શિવાએ બીજા પ્રકારે વિદ્યાની પ્રાપ્તિ થાય નહી અર્જુ- કોહ) નો અત્યંત વિનય જોઈને દ્રોણાચાર્ય અતિ પ્રસન્ન થવા લાગ્યા. તેથી તેમને અર્જુનની ઉપર હક
ને ઘણો પ્રેમ થયો. પછી જેમ ઉદકના સિંચનથી લતા વૃદ્ધિને પામીને તે શુભ ફળદાયક થાય છે તેમ છે ભક્તિના વરાથી દોણાચાર્ય અર્જુનની બુદ્ધિની એવી.તે વૃદ્ધિ કરીકે, તે ભવિષ્ય કાળને વિષે છે છે. ભારત સંગ્રામમાં પૂર્ણ જ્યરૂપ ફળ દાયક થઈ બીજા બધા અર્જુનથી નીચી પદવી એજ રહ્યા
હતા. જેમ આંબાના વૃક્ષને મોર તે ઘણું આવે છે, પણ ફળ તેટલા થતા નથી. તેમ દોણુ
ચાર્યના શિષ્યો તે ઘણા હતા પણ બધા સુશિક્ષિત થયા નહીં. વિદત્તાને થોડાક જ પામ્યા. - યદ્યપિ કર્ણ પણ વિદ્યાને અભ્યાસ કરવામાં બાકી રાખ્યું નહીં તથાપિ તે અર્જુનથી કાંઈ તો ૭) અંશે ન્યૂન હતો. અર્જુનની સ્થાવર તથા જંગમ નિશાન મારવાની પ્રવીણતા જોઈને તેની તુલના ઉછે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org