________________
નમસ્કાર કરો. તેને જોઈ અતિ હર્ષિત થઇને તે બ્રાહ્મણે પ્રેમથી આલિંગન આપ્યું. ત્યારે અતિ શ્રદ્દા પૂર્વક તેને સિંહાસન ઉપર બેશાડીને કૃપાચાર્ય બોલવા લાગ્યો.
કૃપાચાર્ય આજે હું મને મોટો ભાગ્યશાળી માનુંછું કે, આપ મારે ઘેર પધારચા! આપના પધારચાથી મારૂં ગૃહ અતિ પવિત્ર થયુંછે. આ આખા વર્ષમાં આજના દિવસને ધન્ય સમજું છું, કે જે દિવસે સાક્ષાત સરસ્વતિનો અવતાર આપ મારે ઘેર પોણા આવ્યા. એવી રીતે વાતચિત થયા પછી બીજો સાથેનો યૌવન બ્રાહ્મણ કૃપાચાર્યને ચરણે પડચો. એટલે અતિ પ્રેમ પૂર્વક નમસ્કાર કરો. એ બધું અદ્દભુત જોઇને રાજપુત્રો બોલ્યા કે, રાજપુત્રો—હૈ આચાર્ય, આપ સમર્થ વિદ્વાન છતાં આ વૃક્ બ્રાહ્મણને નમસ્કાર કરવાનું કારણ શું
કૃપાચાર્ય—હે શિષ્યો, આ બ્રાહ્મણનું નામ દોણાચાર્યે છે. એ સર્વ કળાઓમાં પ્રવીણ છે. એમણે સમગ્ર ધનુર્વેદનું અધ્યયન કરવું છે. અને એમની સાથે જે આ યૌવન બ્રાહ્મણ છે તે એમનો પુત્ર છે. એ પણ પોતાના પિતાના જેવોજ સદ્ગુણી અને વિદ્વાન છે.
એવી પોતાના ગુરૂના મુખથી વાત શાંભળીને સર્વે રાજપુત્રા નિયમ પ્રમાણે પોતપોતાને સ્થાનકે ગયા. પછી કૃપાચાર્યે દ્રોણાચાર્યનું અતિ સન્માન કરવું. અને કેટલાએક દિવસ પરોણ દાખલ પોતાને ઘેર રહેવાની પ્રાર્થના કરી; તે વાત દ્રોણે પણ માન્ય કીધી. એક દિવસ એકાંત સ્થળમાં દ્રોણાચાર્યને કૃપાચાર્ય પૂછવા લાગ્યો.
કૃપાચાર્યે હું દોણાચાર્ય, આપની પાશે હું એક પ્રાર્થના કરૂંછું તેનો આપ ભંગ શો માં, આપના જેવા ચાપાચાર્યેત્રિભુવનમાં દુલૅંભ છે. અને આ રાજપુત્રોની બુદ્ધિ પણ અસાધારણ છે. એમને વિદ્યા ભણાવવાને આપના જેવા આચાર્યની જરૂર છે. માટે એમને આપ એ વિદ્યાનો અભ્યાસ કરાવો; એવી હું વિનતિ કરૂંછું. એ બધા વિદ્યાદાન દેવાને યોગ્ય છે. યોગ્ય પુરૂષને જો વિદ્યાનું દાન કરવું હોય તો તેથી ત્રણ લોકમાં કીર્ત્તિ પસરે છે. શાસ્ત્રમાં પણ કહેલું છે કે, ‘જો ધહુંજ પુન્ય હોય તોજખીજવાવવાને ક્ષેત્ર તથા વિદ્યા દેવાને સુપાત્ર મળી આવેછે;' એમને મેં આટલા દિવસ ભણાવીને આપના ઉપદેશને યોગ્ય કરેલા છે. જેમ કળીચુનાથી સાફ કરી રાખેલી દિવાલની ઉપર કહા ડેલું ચિત્ર અતિદ્વીપી નીકળે છે તેમ એમને આપેલી વિદ્યા પણ જલદી દીપી નીકળશે.
એવાં કૃપાચાર્યનાં વચન શાંભળીને દ્રોણાચાર્યે બોલ્યા કે બહુ સારૂં. પછી પોતાની પ્રાજૈના સફળ થએલી જાણીને કૃપાચાર્ય ત્યાંથી ભીષ્મપિતાની પાો ગયો. અને તેને અથથી તે ઇતિસુધી સર્વ દ્રોણાચાર્યનું વૃત્તાંત કહી શાંભળાવ્યું. ભીષ્મપિતાએ દોણાચાર્ય વિષે સર્વ શાંભળીને તેમને પોતાની પાશે તેડાવી લીધા; અને અત્યાદર પૂર્વક સુવર્ણના આસન ઉપર બેશાડ્યા. પછી વિવિધ પ્રકારે તેમનું આશ્વાસન કરીને બોલ્યા.
Jain Educationa International
૨૩
For Personal and Private Use Only
૮૯
www.jainellbrary.org