________________
૭૦
તેમ બચા કરેછે! તારૂં ગજું તે કેટલું છે! હજી તું ખાલક છે! તારા ધાવણનાં દાંત પણ ફરી આવ્યાં નથી. મુખમાંથી માતાના દૂધની ગંધ ગઈ નથી, એટલામાંજ પોતાને મોટો ખળવાન સમજીને મળવાનોની સાથે લડવાને તૈયાર થયો છે! એ મોટી આશ્ચર્યની વાત છે? કહ્યાં મારૂં શરીર અને કાં તારૂં શરીર! તે તો જરા નિરખીને તે; શું તારો જીવ તને પ્રીય નથી લાગતો! કે મારી શક્તિરૂપ અગ્નિમાં પડી મરવાની ઈચ્છા કરેછે! તારા શરીર ઉપર મુષ્ટિનો પ્રહાર કરતાં મને દયા આવેછે કે આ બાળક મારી મુષ્ટિનો માર કેમ સહન કરી શકશે! અને એવા નાલાયલ મનુષ્યપર્ અમારા જેવાએ માર કરવો તે શરમની વાત છે, પોતાના બરોબરીઆની સાથે યુદ્ધ કરવું યોગ્ય છે, માટે તારી સાથે હું શું લડું! જેમ ગાયનું વાછડું દૂધ પીને પુષ્ટ થયું હોયછે, પરંતુ તેમાં કુવત હોતી નથી; તેમજ આ તારૂં શરીર દૂધ પીપીને માતેલું છે તેથી તું પોતાને બળવાન જાણે છે કે ગોકુળમાં ગોપોના બાળકોની સાથે લડતાં અથવા રમત ફરતાં કોઈ વખતે કદાચિત તું ફાવ્યો હઈશ તેથી શું આ વજ્રકાળ મલને પણ જીતવાની હૉસ કરેછે કે! મારી બગળમાં હું તને દ્રાખીશ તો તું માકણની પડે પીળાઈ જઇશ, મારી સાથે લડતાં જેમ ઢાવાનળમાં પતંગ પડી મળી મરેછે તેમ મારા ખળરૂપ દાવા નળમાં પડીને તું શા સારૂ યમ લોકમાં જવાની તૈયારી કરેછે! વળી અમે તો જન્મથી મક્ષ કુસ્તીમાં ઊછર્યાં છેકે, અને તું દૂધ તથા દહી ખાઇને ઉછર્યો છે; ત્યારે વિચાર-કર કે, કર્યાં હું ને કાં તું!! એવું કહીને ચારે ખંભો ઠોકચો અને ગર્જના કરીને કૃષ્ણની ઉપર ધસ્યો, તે જોઇને લોકો હાહાકાર કર્વા લાગ્યા. અને ખોલ્યા કે,
લોકો—ભાઇઓ, મોટો અન્યાય થાયછે, કચાં આ યમ સદૃશ ચાણ્ર મક્ષ, અને કાં આ સુકુમાર ગોકુળનો ખાળક! એ બન્નેનું યુદ્ધ નીતિ પૂર્વક કહેવાય નહી. નગરમાં એવો અન્યાય થતો જોઈને છાનામાના ખેશી રહેવું જોઇતું નથી. (એમ કહીને પ્રજાલોક અન્યાય અન્યાય મહા અન્યાય થાયછે એવી રીતે પુકાર કરવા લાગ્યા, તે સાંભળીને કંસ ક્રોધમાં આવી ખોલવા લાગ્યો.)
કંસ—આ પ્રજા કેવી દુષ્ટ છે! અમે ચારે અને યુદ્ધ કરવાને ખોલાવ્યો હતો! એ ગો*ળમાં દૂધ દહી પીની મદોન્મત્ત થઇને પોતાનું બળ અજમાવવા આવ્યો છે, તેને અમે શા માટે વારિયે! (એવાં કંસનાં વચનો સાંભળીને સર્વે લોફ છાના થઈ રહ્યા એટલે કૃષ્ણ બોલ્યો,)
કૃષ્ણ—હે ચાણ્ર, પોતાની પ્રશંસા કરવી પોતાને યોગ્ય નથી. બીજાઓ પ્રશંસા કરે તે યોગ્ય કહેવાય! તેં હાન પણથી મક્ષ વિદ્યાનો અભ્યાસ કરચો છે તે બધા લોક જાણે છે, અને હું તો નંદ ગોપનો છોકરો છું તે પણ બધાને વિદિત છે, પણ યાદ રાખજે કે, થોડીક વારમાંજ અહીં ઉભા રહેલા લોકો જોશે કે જેમ વંટોળીઆથી આકડાનું દૂર ઉડેછે તેમ કૃષ્ણ તને ઉરાડી નાખશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org