________________
પર
ચિતાભસ્મ જોઇને આશ્ચર્યને પામ્યા. મનમાં નાના પ્રકારના તો આવી રહ્યા છે એટલામાં અચાનક દરવાજાની ભીત ઊપર નજર ગઈ, ત્યાં એક કાગળ ચોહોડેલો જોયો. તેમાં આવી રીતે લખ્યું:“જે છોકરાને વાસ્તે તેના વડીલોને બધા લોકો વારંવાર તેની નરશી ચાલ વિષે મકો આપે, એવા પુરૂષને આ દુનિયાંમાં રહેવું યોગ્ય નથી. અપકીર્ત્તિ વાળા પુરૂષનું મૃત્યુજ કલ્યાણકારી છે; જેના આચરણથી વડીલોને ઉદ્વેગ થાય તેનું નિવારણ કરવાને એ શિવાય બીજો કોઈ પણ ઉપાય નથી એવો વિચાર કરી ક્ષણો પશ્ચાત્તાપ કરી અંહી ચિતા રચીને તેમાં વસુદેવે પોતાના પ્રાંણોનો ત્યાગ કરચો છે.” એવું લખેલું વાંચીને પોતાનો સગો ભાઈ નાશને પામ્યો એમ જાણી સમુદ્રવિજ્ય રાજા મૂôિત થઈને પૃથ્વી ઊપર પડી ગયો. કેટલીએક વાર પછી સાવચેત થઈને, અરેરે!!! હે ભ્રાત, તારા બહુ સારા ગુણોને યાદ કરતાં મારી છાતીમાં ઊભરો આવ્યા વિના રહેતો નથી! આવી રીતે પોતાના શરીરનો નાશ કરીને મોટા ભાઇને આવા દુ:ખ સમુદ્રમાં નાખી દેવો નહોતો! ઈત્યાદિક રાત ઘણા વિલાપો કરવા લાગ્યો. બીજા લોકો પણ વસુદેવ મોટો ભાગ્યવાન તથા સુરૂપવાન હતો વગેરે ગુણોની યાગિરી કરીને ઘણા શોક કરવા લાગ્યા. અની જનની સુભદ્રાએ તો એવો આક્રોશ કરો કે તેને જોઇને ખીજા લોકો પણ પોતાનું મન આવરી શકચા નહી. પછી સુભદ્રા પોતાના પુત્રના શોકથીજ ઝુરી ઝુરીને મરણ પામી. માતા અને પુત્રના વિયોગથી આખું સહેર શોકાતુર થઈ ગયું. ગાયન શાળામાં ગાયન કરવું બંધ થયું. નૃત્ય શાળામાં કોઈ નૃત્ય કરે નહી, તથા વાજિંત્ર શાળામાં કોઈ વાજનો આવાજ સંભળાય નહી. સમુદ્રવિજય રાજાને પણ એવો શોક થયો કે શરદૃરૂતુ જેવા સમયમાં પણ મોજ મારવા બાહાર જાય નહી. વસંત રૂતુમાં તો આખો દિવસ રોઈ રોઈને કહાડે. એમ કરતાં ધણા વર્ષો વીતી ગયા. કોઈ એક સમયને વિષે એક જ્યોતિર્વિદ્ર એટલે નિમિત્ત જોનારો ત્યાં આવ્યો. તેણે રાજાના દુ:ખનું સર્વ વ્રત્તાંત સાંભળી લઇને રાજાને કહ્યું કે, હે રાજન, આપ વ્યર્થ રોકે કોછો. આપનો ભ્રાતા વસુદેવ હજી જીવતો છે. એમ મારા પ્રશ્નમાં આવે છે.
એવાં જોશીનાં વચનો સાંભળી રાજાનો શોક કાંઈક ઓછો થયો. અને તે બ્રાહ્મણનું ખોલવું તેને અમૃતના જેવું લાગ્યું. કેટલીએક રીતે મનને સંતોષ થયો. પછી થોડો થોડો રાજ કારભાર કરવા લાગ્યો. એમ કરતાં એક સમયે રૂધિર નામના અરિષ્ટપુર નગરના રાજાએ પોતાની દીકરી રોહિણીનો સ્વયંવર રચ્યો. ત્યાં આવવાને વાસ્તે સર્વે દેશના રાજાઓને આમંત્રણો કરચાં હતાં. તેમાં સમુદ્રવિજ્ય રાજાને પણ તેડું આવ્યું હતું. રાજા પોતાના ભાઇઓ સહિત ત્યાં જઇ મોટા દબદબાથી સ્વયંવરની રચના જોવા લાગ્યો). તે પેલી કન્યાની પ્રાપ્તિને અર્થે નહીં પણ પોતાંના ભાઈ વસુદેવના વિયોગથી થએલા દુ:ખને નિવારણ કરવા સારૂ જેતો હતો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org