________________
વાત કાને ધરતી નથી. ધર સંબંધી હરેક કાર્યમાં તેઓનું મન લાગતું નથી, તમે અનાથોના નાથ છો માટે કોઈ પ્રકારે અમારૂં કષ્ટ નિવારણ કરો. હવે તો અમારાથી એ દુઃખ સહન થતું નથી. અમારા શરીરોમાં પ્રાણ છે તે નહી જેવા છે. મૃત્યુ તુલ્ય થઈ રહ્યા છેયે. (એવી રીતે પોતાના આશ્રિતોને કળકળતા અને નીસાસા નાખતા જોઇને તેઓનું સાંત્વન કરીને.)
સમુદ્રવિજય—હું સર્વ પ્રકારે બંદોબસ્ત કરીને તમારા દુ:ખનું નિવારણ કરીશ. અમ કહી ને સર્વને પોતપોતાને ઘેર મોકલાવી દીધા પછી વસુદેવને ખોલાવી પોતાના ખોળામાં બેશાડી કહેવા લાગ્યો, હે વત્સ, તું આવી રીતે સ્વેચ્છા પ્રમાણે વત્ત્તવાથી અતિ દુર્ખલ થઈ ગયો છે. તે જોઇને મને ધણું માઠું લાગેછે. માટે હવે બાહારનું કરવું મૂકી ને પોતાના સ્થળને વિષેજ રીરીર સુધરે તેવી કસરત કરો જેવી કે મુદ્ગળ ફેરવવા કુસ્તી મારવી, અનેક પ્રકારની કસરતો કરવી, જેથી શરીરમાં ખળ આવે; નવી નવી કળાઓનો અભ્યાસ કરો, પૂર્વ ભણ્યા છો જે ધનુર્વેદ્યાદ્રિક કળાઓ તે સંભાળો. શાસ્ત્રોનો અભ્યાસ કરો.
એ પ્રમાણે રાજા સમુદ્ર વિજ્યની આજ્ઞા સાંભળીને એક મહાલમાં જઈ રહ્યો અને ગીત નૃત્યાદિક વિનોદ કરીને દિવસો નિર્ગમવા લાગ્યો. કોઈ એક સમયને વિષે સુગંધીમાન વિલેપન હાથમાં લઈને જનાનખાનામાંથી એક દાસીને આવતી દેખી. મશ્કરીથી તેના હાથમાંનું વિલેપન છીનવી લીધું; ત્યારે દાસી ક્રોધ કરી ખોલી.
દાસી—હે રાજપુત્ર, આવું સુગંધી વિલેપન છીનવી લીધું તે તમે શું કહ્યું; એ તો શિા દેવી રાણીએ પોતે બનાવીને પ્રેમથી રાજા સમુદ્ર વિજયને મોકલ્યું હતું. એવી તમારી ડાંડથીજ રાજાએ તમને અહી વાડામાં કેદ કરી રાખ્યા છે. એવો જગતમાં માલ છે કે, જો સિંહનું ચું અન્યાય કરેછે તો લોક તેને પાંજરામાં પૂરી ક્રિયેછે; તેમ તમને પણ કરડ્યું છે. તો પણ તમારી આવી હુજતની ચાલ મટતી નથી! (મેવું સાંભળીને વસુદેવ તેને પછવા લાગ્યો કે), હું દાસી એ વિષે જે તું જાણતી હોય તે કહે! રાજાએ મને આ પૈકાણે શા સારૂ રાખ્યો છે!
દાસી—કેટલાએક લોકોએ એકઠા થઇને રાજાની પાશે આવી તમારી ધણી બેઅદબી કહી; તેથી તમને આહીં રાખ્યું છે. તેમ છતાં હજી તમારી ખોડ ગઈ નથી એ મોટી શરમની વાત છે!
એવી રીતે દાસીએ ધણું તિરસ્કાર યુકત કહ્યું, તે બધું સાંભળી લઈને તેનો વિચાર કરવાથી વસુદેવના ચેરો ફીકો પડી ગયો; અને મનમાં કાંઈ આવ્યું તેથી રાતના સમયે ત્યાંથી કયાંય બાહાર નીકળીને ચાલ્યો ગયો. એ વાતની રાજાને જાણ થઈ. સવાર થતાંજ રાજાએ કેટલાએક માણસોને ખોળ કરવા મોકળ્યા. તેઓ ખોળતાં ખોળતાં દરવાજા પાશે આવી જીવેછે તો એક ચિંતા ભર્સનો ઢગલો દીામાં આવ્યો. ઘડી એક પછી રાજ પણ ત્યાં આવી પહોતો અને તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org