SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ છેહરણ કરતો હતો. એ પ્રમાણે તે દેવે આણીને પાંચાલી મને સમર્પણ કરી. ત્યારપછી તે પાંચાલી જાગૃત થતી હતી. તે સમયે પોતાના ગ્રહને ન જેતી થકી કેવળ ભ્રમને પામતી હતી. ત્યારપછી બ્રમયુકત એવી તે દ્રૌપદી પ્રત્યે હું એવું ભાષણ કરતો હવે કે “હે સુંદરી, તું પોતાના મનને વિષે તે કાંઈ ખેદ કરીશ નહીં. હું તારી સમીપભાગે કિંકર છું. આ ઘાતકીખંડ દીપનવિષે રાજ્ય કરનારા છે જે હું પવનભરાજ, તે તને જંબુદીપથી અહીયાં આણતો હવો. એ માટે તું અત્યપતિની હુ 0 ઈચ્છા છોડીને મનેજ પતિબુદ્ધિએ સેવન કરો. ત્યારપછી પાંચાળી કાંઈક વિચારકરી મારી પ્રત્યે છે ભાષણ કરવા લાગી કે, “હે રાજન, આજથી એક માસપર્યત મારે કોઈ સંબંધી આ સ્થળે જે પ્રાપ્ત ) ન થશે તો તે પછી તાર વચનને હું સ્વીકાર કરીશ.” એવું એનું ભાષણ સાંભળી “જેના જ મધ્યભાગે સાગર છે એવા જંબુદીપથી આ સ્થળે કોણ આવનાર છે? એવો વિચાર કરી તે પાં- 7 ચાળીના વચનનો મેં સ્વીકાર કરે. પછી તેની પછવાડેજ, બ્રહ્માંડનું અતિક્રમણ કરનાણે જે મહિમા-તેનું કેવળ સ્થાન એવા તમે, તે મોટા સમુદનું પણ ઉલ્લધન કરી અહીંયાં પ્રાપ્ત થયા. એ પ્રકારે કરી તે પદ્મનાભ, શ્રીકૃષ્ણને પૂર્વ થએલી કથા કહીને પછી શ્રીકૃષ્ણ તેને વિદાય ક છતાં તે પદ્મનાભ. પોતાની નગરીમથે પ્રવેશ કરતો હો. ત્યારપછી શ્રીકૃષ્ણ પણ, તે દ્રૌપદીને પાંડવોને સ્વાધીન કરી તે સ્થળથી ફરી પાછા આવવા માટે નીકળ્યા. તે સમયે ત્યાં તો (9 ચંપાનગરીની પાસે પુષભદક એ નામે જે આરામ-તેનેવિષે મુનિસુવ્રતના તીર્થંકરનું સમવ- a છે. સરણ હતું. તે સમવસરણને વિષે મુનિસુવ્રત તીર્થંકરના સમીપભાગે દેશનાનું શ્રવણ કરવા માટે બેઠેલા જે કપિલ નામક વાસુદેવ-તે, યુદ્દારંભે ઉત્પન્ન થએલા કૃષ્ણના પાંચજન્ય શંખના શબ્દને શ્રવણ કરી તે મુનિસુવ્રત શ્રી તીર્થંકરને પ્રશ્ન કરતા હતા કે “હે ભગવન, સંપૂર્ણ બ્રહ્માંડને અત્યંત ભય ઉત્પન્ન કરનાર એવા ભારાસરખા કોણ અન્ય પુરૂષનો આ શંખનાદ વિસ્તાર પામે છે? તે એવું તે કપિલ વાસુદેવનું ભાષણ શ્રવણ કરી તે તીર્થકર, જેનેવિષે સ્પષ્ટ વિસ્મય છે એવી પદ્મનાભ રાજાની સંપૂર્ણ કથાને વર્ણન કરતા હતા. તે સાંભળી કપિલ વાસુદેવે ફરી ભાષણ (કરડ્યું કે “હે પ્રભો, આ ખંડ મધ્યે પ્રાપ્ત થએલા જે શ્રીકૃષ્ણ, તેમનો સત્કાર કરવા માટે મારું મન ઈચ્છા કરે છે એવું સાંભળી ફરી તે તીર્થંકર પ્રભુ ભાષણ કરવા લાગ્યા કે “હે કપિલ વાસુદેવ! તીર્થંકરજિનેશ્વર, ચક્રવર્તિ અને પ્રતિ વાસુદેવ-એને પરસ્પર સંગમ થવે, એ પ્રકાર કદીપણ થતો નથી, પૂર્વ કદીપણ થયો નથી અને આગળ કદીપણ થનાર નથી; એવું છે તથાપિ આ શ્રીકૃષ્ણના રથની પતાકાને તું અવલોકન કરશે. એવું તે તીર્થંકરપ્રભુનું ભાષણ શ્રવણ કરી તે કપિલવાસુદેવ, શ્રીકૃષ્ણના અનુલક્ષે કરીને ગમન કરતો થકો એક ક્ષણમાં લવણ સમુદ્રના તીર પ્રત્યે પ્રાપ્ત થતો હો. તે સમયે દૂરથી તે શ્રીકૃષ્ણવાસુદેવના રથના આભાસને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy