________________
૪૭
વિપત્તિયુક્ત પ્રાણીઓને જોઈને ઘણું કરૂણું કરવા લાગી. જિન ધર્મ ઉપર તો તેની એવી શ્રદ્ધા
થઈ કે તેનું વર્ણન કોઈનાથી કરી શકાય નહી. લોકોની ઉપર ઉપકાર કરે તથા સંકટમાંથી પ્રાઆ ણીઓને મુક્ત કરવાં એવો અભિલાષ થવા લાગ્યો. પતિની કૃપાથી તેની સમગ્ર ઈચ્છાઓ પૂર્ણ હિ
થવા લાગી. કેમકે, જેનો પાંડ પતિ તેને શું દુર્લભ છે. એમ કરતાં નવ માસ પૂરા થયા પછી જે લગ્નમાં જન્મેલો પુરૂષ ચક્રવર્તિ થાય તેવી લગ્ન શુદ્ધિને વિષે સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાને રહેલા છા નક્ષત્ર અને ભૌમ વારને દિવસે અતિ ઉત્તમ મુહર્તમાં કુંતિને પુત્ર પ્રસવ થયો ત્યારે કુંતિને તે
શું પણ સર્વ સ્થાવર તથા જંગમ પ્રાણીઓને અપાર આનંદ થયો. પ્રજા મહા હર્ષને પામી. ) છે. અંતઃપુરમાં રહેનાર માણશે ભીષ્મ, ધૃતરાષ્ટ્ર તથા વિદુરને વધામણી દેવાને અતિ ત્વરાથી દોડ્યા. દ્વ
પ્રસન્ન થએલી દાસીઓએ એ વૃત્તાંત અંબા, અંબાલિકા, અંબિકા તથા સત્યવતીને અતિ ચપ- ર લતાથી જઈને કહ્યું. પ્રાત:કાલના સૂર્યના જેવા તેજવાળા પુત્રને જન્મ થતાંજ આકાશમાં દિવ્ય વાણી થઈ“આ પુરૂષ સત્ય બોલનાર મેટો સજજન, બુદ્ધિવાન, પરાક્રમી, સ્થિર, ગંભીર, વિનયવંત, ન્યાયી, અત્યંત ધાર્મિટ તથા ચક્રવર્તિ તુલ્ય થઈ વૃદ્ધાવસ્થામાં દીક્ષા લઈને અતિ મોક્ષ સુખ પામશે.” એવી વાણી સાંભળીને ભીષ્મને તથા બીજા લોકોને મહા હર્ષ થયો. તેનું વર્ણન કરવાને કોઈ સમર્થ થાય નહી. રાજાનો હુકમ થયા પહેલાં બધા લોકો મહોત્સવ કરવા લાગ્યા. તે વખતે સમગ્ર દેવતાઓએ દુંદુભિ વગાડીને પોતાને થએલો હર્ષ પ્રગટ કર્યો. પછી તે બાળકનાં કેટલાએક લક્ષણ જોઈને ભીમે તેનું નામ યુધિષ્ઠિર એવું પાડવું; અને ઘણુ તપથી તથા જ ઘણા ધર્મથી કુંતિને પુત્રનો લાભ થયો તેથી બીજા લોકો તેને ધર્મરાજા એવા નામે બોલાવવા લાગ્યા. * તેમજ તે કોઈને રિપુ સ્થાને માને નહી માટે તેને અજાતશત્રુ કહેવા લાગ્યા. પાંડુરાજને ઘરે પુત્રને જન્મ થયો એમ સાંભળીને બીજા રાજાઓને જ્યારે જ્યારે વધામણીઓ પહોચતી ગઈ ત્યારે ત્યારે તેઓ ઉત્તમ ઉત્તમ ભેટ મોકલાવી દેવા લાગ્યા. કુંતીના પિતાના ઘેરથી કોરક પણ હર્ષિત થઈ ઘણી ભેટ લઈને દેવાને આવ્યો; તેનો આદર સત્કાર કરીને તેને પાંડુએ ક્ષેમ કુરાળ પૂછવું. તેણે યથા યોગ્ય કહ્યું, પછી કુંતિની પાસે જઈ તેને સાષ્ટાંગ નમસ્કાર કર્યો. તેને કુંતિ પ્રેમથી પૂછવા લાગી. જો
કુંતી–હે કોરિક, મારી સાસુની આજ્ઞા નહી હોવાને લીધે હં પિતાને ઘેર આવી શકી નહી. તેથી ત્યાંના વૃત્તાંતથી હું અજણી છું. હવે મારા કુટુંબીઓના કુશળ વર્તમાન કહીને મને હર્ષિત કર- કોરક–હે રાજપુત્રી, તમારા પિતા અંધકવૃષ્ણિએ સમુદ્રવિજ્યને રાજ્ય આપીને દીક્ષા લીધી છે; ભોજવૃષ્ણુિને પુત્ર ઉગ્રસેન મથુરામાં રાજ્ય કરે છે, તે તો તમે જાણે છે. સમુદ્રવિ
જ્યનો પ્રેમ પોતાના ભાઈઓ ઉપર ઘણો છે; તથા એ પ્રજાનું સારી રીતે પાલન કરે છે. એની તો ) કૃષથી તા પોતાના પૂર્વ જન્મના પુણ્યથી વસુદેવને આ સમયે લોકો ઘણું માન આપે છે. એક છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org