________________
-2 Fe
અથ શ્રી દ્વિતીયસર્ગ પ્રારંભ હવે વિલાસ કરતાં કેટલાક દિવસ ગયા પછી પોતાના સ્વામીની ઊપર જેને ઘણો પ્રમ છે એવી ગાંધારીએ જેમ શમી અગ્નિનું ધારણ કરે તેમ ગર્ભ ધારણ કરવું; ત્યારે એના અંતઃકરણમાં હર્ષના ઉભરા આવવા લાગ્યા. દિવસે દિવસ સ્તન મંડળ અતિ પુષ્ટ થવા લાગ્યું. શરીર દુર્બલ થવા લાગ્યું. ગર્ભના પ્રભાવથી પૃથ્વીના સર્વ રાજાઓને જીતી લેવાની ઈચ્છા થવા લાગી. મુખ અતિ શોભાયમાન દીસવા લાગ્યું. સ્તનની ડુંટી શ્યામ થવા લાગી. જેમ ખેડુ પિતાના ખેતરમાં બી વાવોને આનંદને પામે છે, તેમ પોતાની સ્ત્રીને ગર્ભિણી જોઈને ધ્રુતરાષ્ટ્ર આનંદને પામ્યો. ગાંધારીને ગર્ભને લીધે ઘણા અભાવા થવા લાગ્યા. યુદ્ધની ઊપર અતિ પ્રીતિ થવા લાગી. લોકોને સંકટમાં જોઈને હર્ષ પામવા લાગી. જેમના પગમાં બેડીઓ ચડાવેલી છે એવા અપરાધીએને કેદખાનામાં પડેલા જોઈને સુખ માનવા લાગી. કારણ વિના ક્રોધમાં આવી ભકુટી ચાવીને વડીલોને પણ તિરસ્કાર કરવા લાગી. પુરૂષનો પોશાક પહેરી મત્ત હાથીની ઉપર બેશીને સ્વછંદપણે નગરમાં ફરવા લાગી. એમ જેમ જેમ ગર્ભ વધતો ગયો તેમ તેમ કર કર્મોની તૃષ્ણા પણ વધતી ગઈ કુંતિના પહેલાં મને ગર્ભ રહો એવું મનમાં આણી નમ્રતા છોડીને અતિ ગર્વિષ્ટ થઈ
ગઈગાંધારી પોતાનો તિરસ્કાર કરે છે એવું જોઈને કુંતી અતિ કટને પામી થકી પુત્રની કામનાઓ ( કરી ધર્મનું અનુષ્ઠાન કરવા લાગી; અને પ્રભુની ઉપાસના કરવા લાગી. પોતાની કામના પરિપૂર્ણ
થવા માટે પાકેલા ફળે લાવીને શ્રદ્ધાયુક્ત એક વૃત્તિઓ કરી જિન પ્રતિમાને અર્પણ કરવા લાગી છે ત્રાસિત તથા ભયભીત પ્રાણીયોને અભય દાન દેવા લાગી. જળાર્થિને પાણું, ફળાને ફળ તથા ક્ષધા નિવારણાર્થને અન્ન દેવા લાગી. સાધુઓની સેવા કરવા લાગી. અનાથ અને દીન પ્રાણીઓને વિવિધ વસ્તુઓનું દાન દેવા લાગી. એમ કરતાં એક સમયે રાત્રિને વિષે નિદ્રામાં તેને સ્વમ આવ્યું; તેમાં તેણે સાગર, સુમેરૂ પર્વત, સૂર્ય, ચંદ્ર તથા લક્ષ્મી એ પાંચ પદાર્થો જોયા. સવાર થતાં તે બધી વાત તેણે પાંડુ રાજાને કહી સંભળાવી. ત્યારે પાંડુ બોલ્યો કે,
ન પાંડ–હે પ્રિયે, ગંભીરતા સુયશ તથા મહત પરાક્રમ વગેરે સંપૂર્ણ શુભ ગુણોનો સાગર છે અને ત્રણે લેકમાં સુકીર્તિ વડે પ્રસિદ્ધ એવો એક પુત્ર તને થશે. તું ચિંતા નહી કરો
પછી જેમ સુવૃક્ષ થોડાજ કાલમાં ફળને ધારણ કરે છે તેમ તે જ દિવસથી કંતીએ ગર્ભને ધારણ કર્યો. કેમકે, પૂર્ણ શ્રદ્ધાકરી કરેલું જે ધર્માચરણ તે વ્યર્થ થતું નથી. ગર્ભના યોગ તેનાં સ્તને પુષ્ટ થવા લાગ્યા; ગાળ ફીકા પડી જવા લાગ્યાં; નેગે ચપલ થયાં; એવાં ચિન્હોથી
બધાને નિશ્ચય થયું કે કુંતીએ ગર્ભ ધારણ કર્યું. જેમ ચંદન પ્રતિબિંબથી સરોવર શોભે તો હ૭) તેમ ગર્ભ ધારણ કરવાથી કૃતી શોભવા લાગી. જ્યારથી ગર્ભ રહ્યો ત્યારથી તે અત્યંત દીન તથા C
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org