SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓને માઠું લાગે અને ખુબ એસથી પાણી ઉરાડે તો પરમાનંદ થાય જેથી મઢનોત્પત્તિ થાય એવા હાવભાવ કરવામાં જે અતિ ચતુર એવી સ્ત્રીઓની સાથે અગાશીમાં ખેશીને કોઈ વખતે ક્રીડા કરતા હતા; એવી રીતે ક્રીડા કરતાં... વસંત રૂતુ ગયા પછી જે દિવસોમાં પાણીથી છાંટેલો પંખો ચંદન અને ચંદ્રમા ધણું સુખ આપેછે, એવી ગ્રીષ્મ દ્યૂતુમાં સ્ત્રીઓને સાથે લઇને અતિશય શીતળ એવા કદલીના વનમાં જઈ ક્રીડા કરતા હતા. વર્ષાં રૂતુમાં પણ સ્ત્રીઓ પોતાની પાશે રહેતી હતી તેથી મહા આનંદમાં દિવસો કાડતા હતા; મંદ મંદ જલ વૃષ્ટી થઈ રહી છે, મોર શબ્દો કરી રહ્યા છે. ગગનને વિષે સમયે સમયે ગર્જના થઈ રહીછે; એવા કાલમાં સ્ત્રીના સંયોગનું સુખ કાંઇ ઓરજ હોયછે. શત્રુ રૂતુમાં જેઓની આસ પાસ ધણા ભ્રમર ગુંજારવ કરી રહ્યાછે, અને જે વિપુલ મકરંદે કરી ભરેલાં છે, એવાં પ્રફુલ્લિત કર્દમ પુષ્પો લઇને તેથીજ પોતાની સ્ત્રીઓને ભૂષિત કરતા હતા. અત્યંત સુગંધિત તથા સુશોભિત જે માલતીનાં પુષ્પ તેઓનો જેમ ભ્રમરાઓ ઉપભોગ કરે, તેમ તેઓ પોતાની સ્ત્રીઓનો ઉપભોગ કરતા હતા. તે મૃગાક્ષી સ્ત્રી મનોહર મૌક્તિકોના હારનો ત્યાગ કરીને પોતાના પતિએ ગુંથેલા પુષ્પોના હારને ધારણ કરતી હતી. હેમંત રૂતુમાં તે સ્ત્રીઓની સાથે જે ક્રીડા કરતા હતા તે જાણે કામ શાસ્ત્રનું અધ્યયનજ કરતા હોયની! જેમ કે, તે મનોહર મોહનીઓના અતિ ઉન્નતસ્તનો ઉપર, ગળો ઉપર, તથા કંઠે ઊપર કરારના રંગથી વિચિત્ર ચિત્ર લખતા હતા; શિશિર રૂતુમાં સ્વકામિનીઓનાં ઉષ્ણસ્તનોએ કરી તેઓ પોતાની ટહાડ ગમાવતાં હતા. એવી અપૂર્વ ઉષ્ણતાથી તેઓનું મન અતિ મોહિત થતું હતું. એ રૂતુમાં સર્વે જાતનાં પુષ્પો કરતાં કુંદ પુષ્પોની ઊપર તેઓની વધારે પ્રીતિ રહેતી હતી; કેમકે, તેઓને પોતાની સ્ત્રીઓના દાંતની પંક્તિના જેવીજ તેની શોભા દીામાં આવતી હતી. કહ્યું છે કે, પોતાને પ્રિય વસ્તુની તુલ્ય ખીજી વસ્તુ હોય તે પણ પ્રિય લાગે છે.” એવી રીતે:-- वसंततिलका वृत्तम्. सौधे कदाचन कदाचन काननेषु वायां कदाचन कदाचन केलिशैले; पंचेषुसायकसहाः सहवल्लभाभिः सर्वर्तुचक्रमतिचक्रमुरेवमेते. ॥ १ ॥ અર્થઃ—કોઈ સમયે રાજ સદનને વિષે, ક.ઈ સમયે વનને વિષે, કોઈ સમયે વાવ્ય પ્રમુખ લાશયને વિષે અથવા સમીપ, કોઈ સમયે પર્વતની ઊપર પોતાની વલ્લભાઓ સહિત કામદેવના પાંચ ખાણ યુક્ત કેલિ કરતાં સર્વે રૂતુચક્ર વ્યતીત કરતા હવા. ।।૧।। इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरिते महाकाव्ये पांडव पूर्वज वर्णनो नाम प्रथमसर्गस्य भाषांतरम् समाप्तम् ॥ १ ॥ Jain Educationa International For Personal and Private Use Only ૪૫ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy