SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ . હેવિભો, તે પોતાના નામને વિષે રૈલોચના કલ્યાણમાટે સમર્થ એવો મહિમા નિર્માણ કરેલ છે. જેમ તારું ચિત્ત સર્વ વિષયોથી વિરક્ત થઈ કલ્યાણકારક માર્ગને વિષે પ્રવૃત્ત થયું, તેમ અન્ય કોઈનું પ્રવત્ત થયું નથી. જે તારું ગાંભીર્ય, અને સર્વ જગત કરતાં વિલક્ષણ એવી સ્થિતિ, તેને અન્યથા કરવા માટે સમુદવિજ્યસજા પણ સમર્થ થયો નહીં. હે સ્વામિન તું વિરકતપણાએ રાજીમતીનો ત્યાગ કરી સ્ત્રીને માટે પરાંભુખ થયે એવું જાણીનેજ મોક્ષરૂપ લક્ષ્મી, પોતાના (SP સૌભાગ્યમાટે સુંદર એવા તુજને વરતી હતી. હે પ્રભો, તારા ગુણને સમુદાય સર્વ જગત કરતાં ) વિલક્ષણ છે; એ માટે તેનું વર્ણન કરવા માટે હું સમર્થ નથી. એ માટે સંસારરૂપ અરણ્યવિષે ભ્રમણકરી શ્રમ પામેલો એવો જે હું તેને શાંતિરૂપ છાયાને દેનારું વૃક્ષ જ હોયના! એવા તારા ચરણ, કલ્યાણરૂપ ફળ દેનારા થાઓ. એ પ્રકારેકરી તે ધર્મરાજ, શ્રીમાન એવા તે મીશ્વરજિનાધીશ્વર પ્રત્યે સ્તુતિ કરી આ- ૨ નંદાયુના કણોને ત્યાગ કરતો થકો સાષ્ટાંગ નમસ્કાર કરતો હો. અને ત્યારપછી કદંબવૃક્ષની 5 ) કળીઓ સરખાં શરીર ઉપર ઉત્પન્ન થએલાં જે સ્થળ રોમાંચ-તેણેકરી વ્યાસ હોતો થકો પિત બં ઘુજનેએ સહવર્તમાન શકુંદની પાસે બેસતો હશે. ત્યારપછી તે નેમીશ્વર ભગવાન, સંસારસં( બંધી જે તાપ-તેનો નાશ કરવા માટે નવીન મેઘમાળા સરખી, અને જેણે રૈલોક્યને સુખ સમર્પણ (I/ કર્યું છે, એવી દેશના આરંભતા હવા. * નેમીશ્વર ભગવાન-અહો! આ સંસારરૂપ મહાટવી, કોઇપણ પ્રકારે ઉલંધન કરવા માટે અશક્ય છે. જે મહાટવી, સર્વ જંતુઓએ ઘણકાળે કરીને પણ ઉલ્લંઘન કરી જતી નથી. આ સંસારાટવી, અપસિદ્ધાંતરૂપ અનેક ક્ષાદકે પૂર્ણ છે, તો પણ તેને વિષે સતસમાગમરૂપી એકજ અમતને કૂપ છે. એ માટે આ સંસારાટવીમણે ક્ષારોદક સરખા અવ્ય જે અપસિદ્ધાંતરૂપ વિષય-તઓમાં સંચાર કરનારા આ વૃષાક્રાંત જીવ, કદાચિત દૈવયોગે કરીને ત્યાંજ રહેનારા સત સમાગમરૂપી કૂપના ઉદકને યથેચ્છપણે જે પ્રાશન કરશે, તો આ અટવીની પરતીરને વિષે રહેનારું જે કલ્યાણરૂપમોક્ષ નગર-તે પ્રત્યે ગમન કરશે. અર્થાત, સંસારથી મુક્ત થશે. તે સસમાગમરૂપ કૂપ તો, અતિ દૂર એવો જે સમ્યકત્વ નામે પર્વત, તેને વિષે સુવાસના નામે દુઃપ્રાપ એવી ગુફામધે કોઈએક પ્રદેશને વિષે છે. એ મહાકૂપ પ્રમાદ, આલસ્ય, અને મંદપણુ-ઈત્યાદિક વિધિના સમુદાયે કરી આચ્છાદિત છે; તે મંદભાગ્ય એવા પુરૂએ કદીપણું અવલોકન કર્યો જતો નથી; પરંતુ કેટલાક પુણ્યશાળી પુરૂષો, હિતકારક ઉપદેશે તે સમ્યકત્વરૂપ કૂપને હાથનેવિષે ગ્રહણ કસ્યા છતાં તેઓ અમૃતરૂપ કૂપપ્રત્યે પ્રાપ્ત થઈ, જેને અમૃતની ઉપમા છે એવા તે પસંબંધી ઉદકને તૃપ્ત કે થતાં સુધી પ્રાશન કરે છે; અને તેથી ઉત્પન્ન થનારા સંતો પ્રાપ્ત થનારૂં જે ઉત્તમ ધ્યાન-તેણે હું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy