________________
૫૪૧
ઈ) કરી પ્રાપ્ત થએલા સરલ માર્ગે થોડાજ અવસરમાં તે પુરૂષ, મુકિતપુરી પ્રત્યે પ્રાપ્ત થાય છે. અથવા તે ને SS અટવીનેવિઅતિશયસમીપભાગે અજ્ઞાનાદિકરી વેરિત,અને અતિ વિસ્તારયુકત એવું મિથ્યાત્વ ?
નામે એક મહા સરોવર છે. અત્યંત કંપાયમાન એવા નાનાપ્રકારના તરંગેઓયુકત એવું તે સવર, કોણ પુરૂષની દ્રષ્ટિને નિરંતર હરણ કરતું નથી? અર્થત, સર્વ પુરૂષોને અત્યંત મોહિત કરે છે. તે સરોવરની આસપાસના ભાગનેવિશે ઉત્તમ છાયાયુક્ત, સંપૂર્ણ જગતના ચિત્તનું આકર્ષણ કરનારું,
અને કોઈપણ પ્રકારે ત્યાગ કરવા માટે કણ, એવું વિષયરૂપ વૃક્ષોનું અરણ્ય છે. સર્વ ઇંદિઓને . અને મનને અત્યંત રમણ કરનારા તે વનપ્રત્યે અજ્ઞાનકરી જેઓની બુદ્ધિ મંદ થએલી છે એવા )
પુરૂષ પ્રાપ્ત થયા છતાં મોહિત હોતા થકા ઘણા કાળપર્યત માર્ગ ચાલતા છતા પણ, આગળ મુકિતપુરપ્રત્યે જવા માટે યોગ્ય થતા નથી. અને તે વનમણે અત્યંત પ્રફુલ્લિત એવું, સ્ત્રીરૂપી કમલિનીનું જે વન છે; તે વનનો મહિમા અમે શે વર્ણન કરીએ? અર્થાત તે મહિમા અવર્ણનીય છે. કારણ તે સ્ત્રીરૂપ કમલિનીના વનને વિષે કામાદિક જળપક્ષીઓ જેઓ ક્રીડા કરે છે, તેઓ ત્યાં
પ્રાપ્ત થનારા કોણ પુરૂષના મનને શીઘ હરણ કરતા નથી? અર્થાત સનાં ચિત્તને તે કામાદિક છેપક્ષીઓ પોતાની લીલાએ હરણ કરે છે, ત્યારપછી તે કામાદિક જળપક્ષીઓએ જેઓનાં મન )
મોહિત કર્યા છે, અને તે સરોવર વિષે યથેચ્છપણે સ્નાન કરી તેના ઉદકને થતાં લગી પ્રાશન ( કરનારા એવા જે મૂઢ પુરૂષો, તે સરોવરના તીરને વિષે ઉત્પન્ન થનાર વિષય નામક વૃક્ષોનો આ ( આશ્રય કરે છે; તેઓના મનને વિષે તે વૃક્ષોને વિષે રહેતા અને સંપૂર્ણ માંત્રિક પુરૂએ પણ છે
નિગ્રહ કરવા માટે અત્યંત અસાધ્ય એવો પ્રેમ નામક મહાભૂત; તતક્ષણ પ્રવેશ કરે છે. ત્યારપછી તે પ્રેમરૂપી મહાભૂતે મનમાં પ્રવેશ કરેલા એવા તે પુરૂષ, લજજારૂપ વસ્ત્રનો ત્યાગ કરે છે;
અને હિતકારક એવા પુરૂષોને પણ દેષ કરે છે તથા ગુરૂનું પણ અપમાન કરે છે, અને તે પોતાની દીનતાનો ત્યાગ કરી મનમાં આવે તે પ્રમાણે જોઈએ તેવું ભાષણ કરે છે. એ પ્રમાણે પ્રેમ નામક
ભૂતે વ્યાપ્ત થએલા તે પુરૂ, સંપૂર્ણ સંસારાવીને વિષે નિરંતર ભ્રમણ પામે છે. અને એવી રીતે ' નિરંતર ભ્રમણ પામનાર તે પુરૂષોના ધર્મને સર્વસ્વને તે અટવીમાં રહેનારા કપાયરૂપી તસ્કરો 1 || નિશંકપણે હરે છે અને નાના પ્રકારેકરી તેઓને પ્રહાર કરે છે. તેમજ રાગરૂપ સિહો અને દેવ - = રૂપ હાથીઓ, પગપગનેવિષે તે પુરૂષોને એવી પીડા ઉત્પન્ન કરે છે કે તે પીડા, વાણીએ ઉચ્ચાર
કરવા માટે પણ અગોચર છે. એ પ્રમાણે આ મહાટવીવિષે જ્યાં ત્યાં સંચાર કરનાર છે, S અનંત દુઃખને પામે છે. તેઓને ન પ્રાપ્ત થનારી એવી કોઈપણ વિપત્તિ છેજ નહી. અર્થાત
તેઓને સંપૂર્ણ આપત્તિ પ્રાપ્ત થાય છે. એ માટે તે સંપૂર્ણ લોકો, તે મિથ્યાત્વરૂપ મહા સરોવર દૂરથી પરિત્યાગ કરે, અને પૂર્વે કહેલા સત સમાગમરૂપ કૂપના ઉદકને પ્રાશન કરે. જેના પ્રાશને )
૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org