________________
ગમન કરતો હતો. તે સમયે દુભિના નાદેકરી ખોલાવેલાજ હોયના! એવા પુવાસી લોકોએ મહોટા આદરે કરી અવલોકન કરેલો તે ધર્મરાજા, મહા હષઁકરી નેમિનાથનું સર્વે લોકોને ઉપદેશ કરવાનું સ્થાન એવું જે તે સમવસરણ-તે પ્રત્યે પ્રાપ્ત થતો હવો. તે સમયે ચામરાદિક સર્વે રાજચિન્હોને દૂરથીજ પરિત્યાગ કરી અકસ્માત ઉત્પન્ન થએલા સમવસરણના અવલોકનેકરી હયુકત હોતો થકો તે ધર્મરાજા, તે સમવસરણનેવિષે પ્રવેશ કરતો હવો. અને સુર, અસુર, અને નર-એનો જે સમુદ્દાય-તેજ કોઈએક ચાતકોની પંક્તિ-તેણે સેવન કરેલા, સંપૂર્ણ ભવનને ઉપદેશરૂપ અમૃતની વૃષ્ટિએ શાંતતા ઉત્પન્ન કરનારા, અને સંસારરૃપ તીવ્રતાપની શાંતતા કરવામાટે કેવળ અમૃતની વૃષ્ટિ કરનારો મેધજ, એવા તે તેમીશ્વર ભગવાનને, હયુક્ત એવો ધર્મરાજા અગ્રભાગે અવલોકન કરતો હવો. ત્યારપછી તે નેમીશ્વર ભગવાનને પ્રદક્ષિણાકરીને, પ્રીતિએ કરી જેનાં નેત્રો આનંદાશ્રુએ વ્યાપ્ત થયાં છે એવો ભૂમિતિ તે ધર્મરાજા, જેણે હાથ જોડવા છે એવો હોતો થકો તે નેમિનાથ ભગવાનપ્રત્યે એવી સ્તુતિ કરતો હશે.
ધર્મરાજા—દુસ્તર એવો જે સંસારરૃપ તાપ-તેની શાંતતા કરનાર હે કલ્પવૃક્ષ, તમે જય વંતા વા. તેમજ અંતર્ગત જે તમનો એટલે અંધકારનો, અથવા અજ્ઞાનનો સમુદાય-તેનો નાશ કરનારા હે નભામણે, (સૂર્ય), તારો જય થાઓ. ત્રૈલોકચના સંપૂર્ણ કલ્યાણના સંપાદનમાટે કુરાળ, એવી જે તારા ચરણકમળની ભકિત, તે સંપૂર્ણ મનુષ્યોને કલ્પલતા સરખી કલ્યાણદાયક છે. હું પ્રભા, સર્વ શ્રમનો નાશ કરનારી એવી તારા ચરણવૃક્ષની છાયાનેવિષે પ્રાપ્ત થનારા જીવોનો આધિવ્યાધિથી ઉત્પન્ન થનારો તાપ, નારાને પામે છે; એ માટે હે પ્રભો, સંસારરૂપ દાવાનળની જવાળાએ અત્યંત તન્ન થએલો જે હું-તેના દૃષ્ટિમાર્ગને અમૃતરૂપી એવી તારી મૂર્તિ પ્રાપ્ત થઇ તે બહુ સારૂં થયું છે. હું પ્રભા, એકાગ્રચિત્તપણાએ તારા નામરૂપમંત્રને જીવ જે સ્મરણ કરશે તો, તેને તે સ્મરણેકરી તતકાળ ચુખકારક એવી સંપર્ણ સંપત્તિનો ઉપભોગ પ્રાપ્ત થશે. એ માટે હે જગન્નાથ, હું તારા ચરણકમળદ્રયની સેવાની ઈચ્છાએજ શોભનારી, એવી મારી મનોવૃત્તિને નિરંતર ઈચ્છા કરૂંછું, હું જગન્નાથ, મારા ચિત્તનવિષે વિષયરાગસંબંધી જે પીડા-તેનાથી મારૂં રક્ષણ કરવામાટૅ સમર્થ એવી તારી મૂર્તિ જે જાગૃત રહેછે, તો આ કરતાં બીજી શી પ્રાર્થના કરૂં.? ત્રૈલોકચનો પ્રભુ એવો તું છતાં, તારાવિના બીજા અસમર્થ પુરૂષોએ સર્વ જીવોનું હિત શું થ વાનું છે! અર્થાત્ કાંઈ થવાનું નથી, એ માટૅ કલ્પવૃક્ષ સરખો જે તું તેનો ત્યાગકરી કરીરવૃક્ષ સરખા અન્ય દેવોનો કોણ આશ્રય કરનાર છે? હે પ્રભો, તારા ચરણકમળની ધૂળની પંક્તિ, જે પુરૂષના મસ્તકપ્રત્યે ભૂષણભૂત થએલી છે, તે પુરૂષને નરેંદ્ય, અહીંઢ અને દેવેંદ્ર એવા ભૂમિ, પાતાળ, અને સ્વગૅ-એ ત્રણે લોકના જે અધિપતિ-એઓની સંપત્તિ સ્વાધીન થવા સરખી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
૧૩૯
www.jainelibrary.org