________________
૧૩૦
દૈવેકરી અનુકૂળ થએલી શમતારૂપી સ્ત્રી પ્રાપ્ત થએલી છે, તે પુરૂષનો પરમાનંદ કદીપણ નાશ પામતો નથી; એવો નિશ્ર્ચયકરી હું સત્વર્ આનંદના સમુદાયને આપનારી એવી શમતારૂપ સ્ત્રીને વર્વામાટે ઉદ્યોગ કરૂંછું. કારણ, આનંદ સમુદૃાયને ઉત્પન્ન કરનારી એવી ગ્રીષ્મતુસંબંધી ચંદ્રકાંતિને કોણ પુરૂષ સેવન કરતો નથી,?
એવી તેમિકુમારની સર્વોત્તમ ખોલવાની યુક્તિને સંપૂર્ણ યાદવો શ્રવણકરી તેઓ “આ નેમિકુમારના ચિત્તને શમતાએ ગ્રહણ કરશું” એવું નિશ્ચયેકરી જાણતા હવા. ત્યારપછી આગળ ગમન કરવાના માર્ગને છોડીને રોકાવેશેકરી વ્યાકુળ એવા તે કેટલાક યાદવો મૂર્છા પામતા હવા, કેટલાએક ચાદવો રોદન કરતા હવા, અને કેટલાએક યાદવો અત્યંત ખેદ પામતા હવા.
અહિંયાં જેનો સ્થ સારથિએ ચલાવ્યાછે એવો નેમિકુમાર, મોહની સેનાને મંથન કરનારો હોતો થકો ચારિત્રધર્મરાજાના ગૃહપ્રત્યે પ્રાપ્ત થતો હવો. ત્યારપછી “કેવે સમયે કેવું બોલવું” એવિષે નિપુણ એવા સારસ્વત અને આદિત્ય પ્રમુખ લોકાંતિક દેવો-તે નેમિકુમારની પાસે આવતા હવા. અને તેઓ “આ તેમિકુમાર તીર્થંકર થવા માટે યોગ્યછે” એવું જાણીને પ્રાર્થના કરતા હવા કે હે પ્રભો, તમે સર્વ જગમાં રહેનારા જીવોને હિતકારક એવા તીર્થની પ્રવૃત્તિ કરો.” પછી તે નેમિસ્વામિએ, સાંવત્સરિક દાન કરવા માટે આરંભ કરચો; અને દ્વારકાંના તરભેટા વિગેરે પ્રખ્યાત સ્થળોનેવિષે સુવર્ણાક્ષરોએયુક્ત એવા કાગળો ચોડ્યા. પછી રાત્રી દિવસ અખંડ એવું તે દાન શરૂ થયું છતાં સંપૂર્ણ લોકો એવું ભાષણ કરવા લાગ્યા કે “અહો!! તીર્થંકરનો દાન કરવાનો આ પ્રકાર સર્વ લોકો કરતાં વિલક્ષણ છે.”
તે સમયે શિવાદેવીને પ્રાપ્ત થએલા દુ:ખને અવલોકન કરી કુંતીદેવી, પોતાના આગમનની નિંદા કરવા લાગી. અને રાજીમતીના દુ:ખને અવલોકન કરી દૌપદી પણ શોક કરતી હવી, તે સમયે સંસારસંબંધી નાનાપ્રકારના કહેશોને પ્રત્યક્ષ અનુભવે કરી જાણનારા પાંડવો પણ સંસારનો ધિક્કાર કરી ગૃહુના ત્યાગને માટે ઉત્કંઠિત એવા નેમિપ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. મહોટા પ્રેમે તપ કરવા માટે તે નિમવર પાછો ફરચો છતાં તે જોઇને તે સમયે રાજીમતી, દુ:ખેકરી મૂતિ થઇને ભૂમિતળનેવિષે પતન પામતી હવી. પછી તેની સખીઓએ કરેલા શીતોપચારૅ કરીને તે રાજીમતી ફરી ચેતનાને પામીને તુમુલ એવા વિલાપો કરતી હવી.
રાજીમતી—હે દૈવ, તેં આ શું કરશું? પૂર્વે વિષયભોગથી વિમુખ એવી જે હું-તેને તું આ દુ:ખો દેવા માટે નેમિવરને એકવાર દેખાડીને ભોગવિષે સંમુખ કરી; પરંતુ “આ નમીર મને વર પ્રાપ્ત થવાનો નથી” એવું મેં પૂર્વે પણ જાણ્યું હતું. કારણ, કડવી તુંબડી કલ્પવૃક્ષપ્રત્યે આરોહણ કરેછે શું! અર્થાત્ તે જેમ આરોહણ કરવા માટે યોગ્ય નથી, તેમ હું પણ નેમિવરને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org