________________
પ૨૬
છે બેસીને પ્રસ્થાન કરવું. તે સમયે તે પ્રસ્થાન કરનારી જનરણી સ્ત્રીઓનું મંગળગાયન એજ છે કોઈએક ગુરૂ-તેની પ્રત્યે આસપાસ ઉત્પન્ન થનારા હસ્તિઓના ચિતકાર, અશ્વોના હણહણાટ, અને વાદ્યોના ગડગડાટ-તે સંપૂર્ણ જાણે શિષ્યો સરખા અધ્યયન કરતા હોયના! એવા ભાસવા લાગ્યા. તે સમયે વરરાજા સાથે પ્રાપ્ત થનારા લોકોના કોલાહલ શબ્દ કરી રાજીમતી કન્યા, મેઘની ગર્જનાઓ કરી મયૂરી જેમ આનંદ પામે છે, તેમ આનંદ પામતી હવી. તે સમયે રાજી- ણ મતીની સખીઓ “હે રામતી, ઘણા દિવસનાં પિતાના પતિને અવલોકન કરવા માટે ઉપષિત એવાં તારું નેત્રોને આજ પારણાં કરાવ” એવું ભાષણ કરી તે રામતીને રાજમાર્ગની ) પાસેના મહેલના ઉપલા માળઉપર જાળીની પાસે લેતીઓ હવી. તે સમયે અષ્ટભવને વિષે પતિ એ જે નેમિકુમાર-તેને અવલોકનકરી તે રામતી, તેની ઈચ્છા કરનારી હોતી
થકી અનિર્વાચ્ય એવા આનંદને શ્રવનારી એવી કોઈપણ દશાને પામતી હવી. તે સમયે સ્તઆ ભિત, રોમાંચસહિત, પ્રયુકત અને કંપયુકત, એવું તે રામતીનું શરીર, પ્રેમ કરી કલ્યાણરૂપ
| નદીના તરંગ સરખા ભાવને ધારણ કરતું હવું. એવામાં તક્ષણ અધરોષ્ટનેવિષે ઉત્પન્ન થએલું જે D' વિવર્ણપણુ-તેણેકરી જેનું તેજ અસ્ત પામ્યું છે, એવી તે રમતીના મુખકમળથી દીર્ઘ નિશ્વાસ
પ્રસાર પામતે હો. તે સમયે રાજમતીની પાસે રહેનારી સખીઓ, તેઓ આ અકસ્માત પ્રાપ્ત થનારા દુચિન્હને અવલોકન કરી જેઓનાં મુખે વ્યાકુળ અને શ્યામતા પામ્યાં છે એવીઓ હોતીઓ થકી મહા ઉત્સુકપણે તે રાજીમતીને પ્રશ્ન કરતીઓ હવી કે હા હા સખી!! આ તને ? અકસ્માત દુચિન્હ શું વારું પ્રાપ્ત થયું ? જે કારણ માટે આનંદસ્થળે તને આ મોટો ખેદ 8 પ્રાપ્ત થયો. એવું સખીઓનું ભાષણ સાંભળીને તે રાજીમતી ભાષણ કરતી હવી કે હે સખીઓ, નિર્ભાગ્ય એવી હું તમને શું કહું? મારું દક્ષિણનેત્ર ફરકે છે. એવું તેનું ભાષણ સાંભળી તે સખીઓ, તે રામતીને ધૈર્ય દેઈ ભાષણ કરવા લાગી કે “હે સખી, આ તારા વિવાહવિષે -
જે કાંઈ અમંગળ હશે તેને સર્વ ઠેકાણે કુળદેવતા શાંત કરી મંગળની વૃદ્ધિ કરશે. એ માટે મનમાં fછે પ્રાપ્ત થનારાં સંપૂર્ણ દુઃખોનો ત્યાગ કરવું અને પોતાનો પતિ જેનેમિકુમાર, તેના દર્શનરૂપ અને I 4 મત કરી પોતાના દેહનું સિંચન કર. હે સખી, તને જે સંતાપ પ્રાપ્ત થયો છે તે સંતાપનું, પતિનું ૧૬
દર્શન એજ પરમ ઔષધ થાઓ. એ પ્રકારેકરી સખીઓએ શાંત્વન કરેલી તે રાજીમતી, છે પોતાના પતિને જેવી અવલોકન કરવા લાગી, એટલામાં વૈતાલિકોએ જેની સ્તુતિ આરંભેલી છે ) એવો તે વર, દષ્ટિમાર્ગપ્રત્યે પ્રાપ્ત થતો હતો.
અહીંયાં નેમિકમાર, સ્વસુરગૃહવિષે ગમન કરતો છતાં ત્યાંથી પાસેજ દુખિત એવાં ૭) પ્રાણીઓએ વિહળપણે ઉચ્ચારેલા તુમુલ શબ્દને શ્રવણ કરતો હતો અને સારથિપ્રત્યે એવું જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org