________________
પ્રાપ્ત થઈ “હે વત્સ, તું મનમાં જે ઇચ્છતો હોય તે વર માગ” એવું તે જયદ્રથ પ્રત્યે ખોલતો હવો. ત્યારપછી તે જયદ્રથ એવી યાચના કરતો હવા કે “હે દેવ, મેં દુઃસહ આચરણ કરેલું જે તપ, તેનું ફળ જો તારી પાસેથી પ્રાપ્ત થનારૂં હોય, તો યુનેવિષે પાંડવોનો વધ કરવા માટે મને સામર્થ્ય પ્રાપ્ત થાય” એવું જયદ્રથનું ભાષણ શ્રવણ કરી તે દેવતા ભાષણ કરતો હવો કે “હે જયદ્રથ, આ વર માગવાની યુક્તિ તું ખોલીશ નહીં. કારણ, હે વત્સ, તે પાંડવોનો વધ કરવા માટે ઇંદ્ર પણ સમર્થ નથી. ચમહિ એવા તે પાંડવોનું આયુષ્ય નિશ્પક્રમ છે. જે કારણ માટે પાંડવો ચારિત્રવ્રતને ગ્રહણ કરી શ્રીનેમિનાથ તીર્થંકરના તીર્થં વિષે મોક્ષ વાસ કરશે; એ કારણ માટે એઓના વધિવધે મિથ્યા ભૂત ૫ મનોરથને કરીશ નહીં. તે જે કરતાં મારી પાસે વર માગ્યો, તે કરતાં દુષ્કર મેવા તારા આ તપનું આગળ કેવળ એવું ફળ થશે કે, કૌરવોના ચક્રવ્યૂહનેવિષે પ્રવેશ કરનારા એ પાંડવોને યુનેવિષે રહેનારો એકલો તું એક દિવસ લીલાએ કરી અટકાવ કરશે.” એ પ્રકારૅ કરી તે જયદ્રથને કહીને તે દેવતા અંતર્ધાન પામ્યો. આગળ તે જયદયે પણ તમારૅવિષે જે કાંઈ સામર્થ્ય કરવું તે તું પોતે જાણેછે. તે સંપૂર્ણ કેવળ તપનુંજ સામર્થ્ય જાણવું. હૈયુધિષ્ઠિર, એ પ્રકારે કરી તને ત્રીજા તપધર્મનું મહાત્મ કહ્યું, સાંપ્રતકાળે સર્વ મધ્યે અગ્રગણ્ય એવો ચોથો જે ભાવ ધર્મ છે, તે કહુંછું; સાંભળ, જેને સિદ્ધ્રસની ઉપમા છે, એવો જે ભાવધર્મ-તે સર્વે કાળનેવિષે પ્રાપ્ત થવા માટે અતિ દુહ્લભ છે. જે ભાવધર્મ કરી દાનાદિક પણ કલ્યાણકારી થાય છે. હું યુધિષ્ઠિર, ઉત્તમ પ્રકારના ચારિત્રે કરી પકવ થવા માટે યોગ્ય એવા આ ભાવધર્મથીજ, કર્મનો નાશ કરનારું જેનાં લક્ષણો છે, એવો મોક્ષ પણ તત્ક્ષણ પ્રાપ્ત થશે. એ પ્રકારે કરી ચારિત્રની પ્રાપ્તિએ જેતે તત્વજ્ઞાન પ્રાપ્ત થયુંછે એવો જે હું-તેણે તને એ ઉત્તમ પુરૂષાર્થરૂપી ધર્મ અને મોક્ષ કહ્યા. હે રાજન,
યથાશાસ્ત્ર કરી તું પણ એ ધર્મ અને મોક્ષ-એ બંનેની ઉપાસના કર, એટલે જે ઉપાસનાએ કરી સંપૂર્ણ યુદ્ધસંબંધી જે પાતકો-તેનાથી મુક્ત થઈશ. એવી મેધની ગર્જના સરખી ભીષ્મપતામહમુનિરાજની ઉત્તમ દેશનાને શ્રવણુ કરી આનંદે કરી જેણે તાંડવનૃત્ય કરશુંછે, એવો પાંડુપુત્ર ધર્મરાજા, મયૂર સરખો આનંદિત થતો હવશે. અને એવું ભાષણ કરવા લાગ્યો, કે હે પ્રભો, સાધુ સાધુ!! તમોએ મને સારો બોધ કરો. તમારા આ પ્રસાદે કરીને હું કૃત્ય કૃત્યતાને પામ્યો.
ત્યારપછી ભદ્રગુપ્તાચાર્ય, મુનિરાજ ભીષ્મપિતામહપ્રત્યે ભાષણ કરતા હવા કે, હે મહાભાગ, તમારે અંત સમય નજીક આવેલો છે; તે કારણ માટે હું કુશ્ચેટ, પોતાની યોગ આરાધનાને અનુસરો. કારણ, યોગ આગધના છે તે નિરંતર અભ્યાસે કરી અધિક ફળિવશેષને પામેછે.
એ પ્રકારે કરી ભદગુપ્તાચાર્યગુરૂએ આજ્ઞા કરેલા એવા તે મુનીર ભીષ્મપિતામહ, સઁતુટ ચિત્ત હોતાથકા ફરી યથાવિધિએ મૂળથી એવી રીતે આરાધનાને ધારણ કરતા હવા કે આઠ
====
Jain Educationa International
For Personal and Private Use Only
૧૦૭
www.jainelibrary.org