________________
પુત્ર ત્યાગ કરવાનું મન થાય નહી. પણ કરે શું! "પુત્ર તો અતિ શ્રેષ્ઠ છે પણ ગેર રસ્તે ઉત્પન્ન થયો તેથી દૂર કરચા વિના બીજો કોઈ ઉપાય નથી. પછી તેને મણિ કુંડલ પ્રમુખ નાના પ્રકારનાં આભૂષણ પહેરાવી એક પેટીમાં નાખીને તે પેટી નદીમાં વહાવી દીધી. તેથી કુંતીને ઘણો શોક થયો; તે લખવું જોઇતું નથી પણ સમજવું જોયેછે. “એવા રત્ન જેવા પુત્રના વિયોગથી કોઇને પણ ખેદ થયા વિના રહે નહી.” તે શોકમાં કુંતીનું શરીર પ્રતિઢિન લેવાતું ગયું તે જોઈને એક દિવસે તેની માતા સુભદ્રા રાણીએ તેની સખીને પૂછ્યું.
સુભદ્રા—મારી પુત્રીનો ચેરો ફીકો કેમ પડી ગયોછે! હાલ એનું મુખ અતિ નિસ્તેજ દેખાય છે. તેનું કારણ શું છે, જેવી તને ખબર હોય તે સાચે સાચું મને કહે.
પછી તે સખીએ પ્રયમથી માંડીને છેવટ સુધી વાત તેને કહી સંભળાવી. તે વાત રાણીએ સમય જોઇને રાજા પાસે કરી. રાજાએ મનમાં વિચાર કરચો તો પાંડુ વિના ખીજો કોઈ એ કન્યાને યોગ્ય વર નથી, તેથી પોતાના ધરણ નામના અતિ તેજસ્વી પુત્રને બોલાવી તે બધી વાત કહીને તેની સાથે કુંતિને હસ્તિના પુર તરફ મોકલાવી દ્વીધી, તેણે પોતાની સાથે લીધેલા ધોડાના ખરોથી ઉડતી ધૂડ ગગનમાં વ્યાપી રહીછે, અને મદોન્મત્ત હાથીઓ સાથે લીધા છે તેઓને લીધે સાથેના માણસો બધા કંપાયમાન થઈ રહ્યા છે કે, રખેને કોઈ હાથી એછક થઈને કાંઈ તુ નુકશાન કરે! એવાં સૈન્ય સહિત હસ્તિના પુરને વિષે આવી પોહોતો. તેનો ભીષ્મે અતિ સત્કાર કરો, અને નગરની માહેર મેદાનમાં તેને ઉતરવાને જ્ગા આપી. પછી સ્નેહે કરીને હાષિત મુખ છે જેનું એવી પોતાની બેન કુંતીને રાજપુત્ર પાંડુની સાથે પરણાવી દીધી. તેના દેજમાં કંકણ ઢોરો છોડતી વખતે શો હાથીઓ તથા એક હજાર ધોડાઓ આપ્યા. વિવાહ મહોત્સવ થઈ રહ્યા પછી ધ પાંડુની આજ્ઞા લઇને પોતાને નગર પ્રત્યે ગયો.
ત્યાર પછી ભીષ્મે વિદુરને દેવક રાજાની પુત્રી કુમુદવતી પરણાવી; અને પોતાના વૃદ્ધ વૃદ્ધ મંત્રીઓના આગ્રહથી પાંડુ રાજા ખીજ મદદેશના રાજાની કન્યા માદ્રીને પરણ્યો. ભીષ્મ તથા ધૃતરાષ્ટ્રની ઊપર પાંડુની ધણી ભક્તિ હતી. તેથી તે બન્ને પણ તેને અતિશય ચાહાતા હતા. પછી પાંડુએ ઢિગ્વિજય કરીને સમગ્ર શત્રુઓનો પરાભવ કરચો. એવી રીતે સુખે કરી પાંડુ રાજા રાજ્ય કરચા કરેછે. એમ કરતાં એક સમયને વિષે વસંત ઋતુ આવી. તે વસંત ઋતુ નહી પણ સાક્ષાત વસંતજ જાણે રાજાની સેવા કરવા આવ્યો હોયની! અમંદ સુરભિપુષ્પો પર મંદ મંદ પવન સુ ંદ વિહાર કરતો સમગ્ર વનને જાણે આનંદ કંદ કરી રહ્યો હોયની! આમ્રવૃક્ષના પુષ્પ ભક્ષણ કરી! પક્ષ યુગ્મધર્ કોકિલ પક્ષીઓ, કોમલ કંવડે મધુર શબ્દથી, નિયમિત વસંત (રાગ)ની સાથે પૂર્વપક્ષ ધરીને તેનું ખંડન કરી, નિયમિત વસંત (તુ)ની પાશે (જેમ રાજાની પાશે ગવૈયા ગાયન કરે
Jain Educationa International
For Personal and Private Use Only
૪૩
www.jainelibrary.org