SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં પણ મને ઉત્તર દેતો નથી! એ પ્રકારે કરી યથેચ્છપણે ગાંધારી વિલાપ કરવા લાગી છતાં તે દુર્યોધનની સ્ત્રી ભાનુમતી પણ દુર્યોધનના ચરણને પોતાના મસ્તકનેવિષે સ્થાપન કરી રૂદન કરતી થકી વારંવાર એવું ભાષણ કરવા લાગી. ભાનુમતી —દા નાય, હારિત્રુન્માય, (શત્રુઓનું નિમૈથુન કરનારા) જ્ઞા માનનિયન, (અભિમાનનું કેવળ યર એવા) હા સોમાત્ત્વામૃત્તમોધ, (સૌભાગ્યરૂપ અમૃતના સાગર) Tા હવજીવિતમ્મર, (પોતાના સ્વરૂપે કરી કામદેવને પણ ગવ રહિત કરચોછે એવા) હૈં વવાયવૌઢાર્થ, (કલ્પવૃક્ષ સરખું જેનું ઉદારપણુ છે એવા) હા સુધામય વાડ્મય, (જેની અમૃતમય વાણીછે એવા) ૪ા વિશ્વમાસ્થિ, (વિશ્વરૂપ કમળને પ્રફુલ્લિત કરનારા સૂર્ય સરખા) TM નેત્રનિદ્યુત (નેત્રને આનંદ દેનારા ચંદ્રસરખા) આ સમય પહેલાં મારો મહોટો અપરાધ થયો હોય, તોપણ મારે વિષે તમોએ કદી પણ અબોલા ધારણ કરચા નથી; અને સાંપ્રતકાળે નિરપરાધી એવી જે હું–તેની પ્રત્યે કેમ સંભાષણ કરતા નથી? હે પ્રાણપ્રિય, સાંપ્રતકાળે તમે મારૂં જે કાંઈ અપ્રિય માનતા હોતો તે અપ્રિય માનવાનું કારણ, મારા કોણ અપરાધથી તમને મળ્યું? તે સ્પષ્ટ કહો, એટલે તતકાળ “ એ અપરાધ મારાથી થયો નથી” એવિષે તમારી ખાતરી કરીશ. અને માર્કે વિષે જો પ્રસન્ન ચિત્તવાળા હોતો, તમારા અવલોકનરૂપ અમૃતરસે કરી મને તૃપ્ત કરો. હે નાથ, આ સમયની પેહેલાં તમે કોઈ દિવસ પણ મારો ત્યાગ કરી ક્રીડાવનનેવિષે પણ ગમન કરવું નથી; એવું છતાં સાંપ્રતકાળે મારા વિના દેવલોકનેવિષે ગમન કરવા માટે કાં પ્રસ્થાન કરવ્યુંછે! હું સ્વામિન, પૂર્વે તમે સર્વ જગના નાથપણાને નિરંતર ધારણ કરä છતાં સાંપ્રતકાળે તમારા િવના હું પણ અનાથપણાપ્રત્યે પ્રાપ્ત થઇછું. તમોએ ત્યાગ કરેલી એવી જે હું તેને સાંપ્રતકાળે પ્રકાશ કરનારો આ સૂર્ય પણ અંધકારમય થયોછે; અને હે સ્વામિન, પ્રાત:કાળસંબંધી શીતળ વાયુ પણ દાવાનળ સરખો અસહ્ય થયોછે. વૃક્ષની ઊપર રહેનારા પક્ષીઓનો માળો ભગ્ન થયો છતાં તે પક્ષીઓ જેમ અન્યસ્થાનને વિષે ગમન કરેછે, તેમ સાંપ્રતકાળે તમે નારા પામ્યા છતાં તમારા સેવક લોકો કોનો આશ્રય કરશે! અર્થાત્ જે વૃક્ષનેવિષે પક્ષીઓ રહેછે, તે વૃક્ષ અને તેઓના માળા એ સર્વે નાશ પામ્યા છતાં તે પક્ષીઓ જેમ નિરાધાર થાયછે, તેમ તમારો નાશ થયો છતાં તમારા સેવકો સર્વે નિરાધાર થયાછે. એ પ્રકારે કરી અતિ કરૂણારાબ્વે ભાનુમતી આક્રંદન કરવા લાગી છતાં પછી ગાંધારી અને ધૃતરાષ્ટ્ર–એમની કન્યા અને દુર્યોધનની ખહેન-એવી જે દુઃરાલા-તે યુદ્દોં મને વિષે મરણ પામેલો પોતાનો પ્રાણપ્રિય જે સિંધુભૂપાળ એટલે જયદ્રથ-તેની પાસે આવીને રૂદન કરતી થકી વિલાપ કરતી હવા, ล દુશલા-હર્તામામ મુદ્રામ મરાજ-માનસ, (અત્યંત સુંદર એવા જે ગુણોનો સમુદાય Jain Educationa International For Personal and Private Use Only ૪૫ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy