SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ શાંત્વન કરી તેમને ત્યાંજ મૂકીને પોતે પાંડવો, જેને ભક્તિએ કરી હસ્તાવલંબન એટલે હાથનો ટેકો દીધોછે એવી, અને જેના નેત્રોનેવિષે અશ્રુઓ પ્રાપ્ત થયાંછે, એવી ગાંધારીને યુદ્ઘાંગણુ વિષે લેતા હવા. તે સમયે સંપૂર્ણ દેરાણીઓસહવર્તમાન અને સંપૂર્ણ રાજાઓની સ્ત્રીઓના સમુદાયે સહવર્તમાન દુર્યોધનની સ્ત્રી ભાનુમતી, રણભમિનેવિષે ગમન કરનારી જે સાસુ ગાંધારી–તેના અનુલક્ષ કરી ગમન કરતી હવી. ત્યારપછી મરણ પામેલા જે અનેક મહાવીગે, તેઓના સમુદૃાયે કરી ચિન્હિત થએલી એવી તે યુદ્દૉમિને અવલોકન કરી સંપૂર્ણ સ્ત્રીઓનાં હૃદય વિદ્યીણું થતાં હવાં. તે સમયે તે સંપૂર્ણ સ્ત્રીઓનો એકદમ ઉત્પન્ન થએલો જે રૂદન રૂપી આક્રોશ, તેનાથી ઉત્પન્ન થએલો જે પ્રતિધ્વનિ-તેણે કરી જાણે મરણ પામેલા રાજાઓના શોકે વિષ્ફળ થએલી દિશાઓજ આક્રંદન કરતી હોયના! એવું ભાસવા લાગ્યું. અર્થાત્ સ્ત્રીઓના આક્રોશથી ઉત્પન્ન થએલા પ્રતિઘ્નનિએ કરી સંપૂર્ણ દિશાઓ વ્યાપ્ત થઇઓ: તે સમયે ભીમસેનની ગદાના પ્રહાર કરી જેના બંને ઊર્ ભગ્ન થયાછે એવો, અને સેવકજનોએ બતાવેલો એવો જે કૌરવેશ્વર દુર્યોધન-તેની પાસે સ્વષા સહિત ગાંધારી ગમન કરતી હવી. તે સમયે ખીજા રાજાઓની સ્રીઓ પણ, રકતે કરી જેઓનાં સર્વાંગ સિંચન થએલાંછે, એવા પોત પોતાના પતિને અવલોકન કરી તેમનો આશ્રય કરતી હવીઓ. તે સમયે દુ:ખનાં અશ્રુઓએ કરી જેનાં નેત્રો વ્યાસ થયાંછે, એવી કોઇએક સ્ત્રી પૃથક્ પૃથક ઠેકાણે પડેલા પોતાના પતિના અવયવોને એકા કરતી હવી. તે સમયે કોઈએક સ્ત્રી, પોતાના પતિના વક્ષસ્થળનેવિષે, પૂર્વ પતિ યુદ્ધ કરવા માટે જવા લાગ્યો છતાં તે સમયે જે તેણીએ દીધેલું આલિંગન-તેણે કરી સંલગ્ન એવા પોતાના સ્તનસંબંધી કુંમકુને કરી ચિન્દ્વિત થએલા પોતાના પતિના કબંધનેજ અવલોકન કરતી હવી; અને મસ્તકને ન અવલોકન કરતી હવી. કોઇએક સ્ત્રી, પૂર્વ પતિયુદ્દ કરવા માટે જવા લાગ્યો છતાં તે સમયે તે સ્ત્રીએ તેના મુખનેવિષે જે ચુંબન કરેલું; તે ચુંબને કરી તે પતિના મુખનેવિષે સંલગ્ન થએલું પોતાનું જે કસ્તુરીતિલકતેણે કરી “આ મારા પતિનું મુખછે” એવું નિશ્ચયે કરી તે જાણતી હવી; અને શરીરને તો ન જાણતી હવી. કોઇએક સ્ત્રી, પૂર્વ પતિ યુદ્ધ કરવા નીકળ્યો તે સમયે ચુંબનના મિષે કરી પતિના સુખનેવિષે પોતાના ઓષ્ઠસંબંધી અળતાએ કરી કરેલા ચિન્હને તે સમયે રકતે કરી વ્યાપ્ત થએલા પોતાના મુખવિષે ન અવલોકન કરતી હવી. કોઇએક સ્ત્રીએ તે સમયે અજ્ઞાનપણા કરી પોતાના પતિના મસ્તકનેવિષે ખીજા કોઈ વીરના કબંધની યોજના કરી છતાં તે સ્ત્રીનો, તે ધડ જે રાજાનું હતું તે રાજાની સ્ત્રીની સાથે ધણા વખત સુધી પતિ માટે વિવાદ થતો હવો. કોઇએક સ્ત્રી, સીંગનેવિષે સંલગ્ન થએલા રકતે કરી જેનું સ્પષ્ટ જ્ઞાન થયું નહીં, એવા કોઈએક અન્ય == Jain Educationa International 216 For Personal and Private Use Only ૪૩ www.jainlibrary.cfgg
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy