________________
૪૬૨
રૂપ કળીઓ-તેણે કરી તે ભીમસેન અને દુર્યોધનનું શરીર સંબંધી જે શૂપણુ, તે શોભવા લાગ્યું. ચારેક તે બંને, જેઓએ અત્યંત સિંહનાદ નિર્માણ કરવા છે, એવા હોતા થકા ગદ્યાયુદ્ધ કરતા કરતા પ્રસાર પામતા હવા; અને તે ખેમાંથી એકે આગળ કરેલા પોતાના પગને ખીજો આકર્ષણ કરી તેને પોતાની પછવાડે ખેંચી પોતે આગળ જતો હવો. કચારેક તે બેમાંથી એકજણ, બાહુપરાક્રમના અતિશયે કરી અતિ દુ:સહપણે બીજાના અંગ ઊપર ધસ્યો થકો પોતાની ગદ્યાએ તેની ગદ્યાને પ્રહાર કરી, તેના હાથમાંથી તે ગદા નીચે પાડતો હવા. ત્યાપછી ત્રૈલોકચનું કેવળ કૌતુકસ્થાન, એવા સ્થળનેવિષે પ્રવેશ કરી પ્રહાર કરવા માટે જેઓએ પરસ્પર ગદાયુક્ત હસ્તો ઊગામ્યાછે; એવા તે બંને પરસ્પરના શરીરને ભીડતા હવા. તે સમયે કચારેક પોતાનો એક ચ આગળ કરી પ્રહાર કરનારા સ્મેકનેવિષે બીજો, તેના ચરણને આકર્ષણ કરી અને પોતાની ગદ્યાએ તેના શરીરનેવિષે પ્રહાર કરી તેના ગદ્યાપ્રહારને ચૂકાવતો હવો. કચારેક ગદાયુદ્ઘના અભ્યાસના ચાર્યે કરી જેઓની મંદ અને ત્વરિત ગતિછે; એવા તે બંને પરસ્પર પ્રાપ્ત થનારા ગદ્યાના પ્રહારને ગદ્યાએ કરીનેજ નિવારણ કરતા હવા. તે સમયે ગદ્યાના પરસ્પર પ્રહારે ઉત્પન્ન થયેલા જે નાદ-તેણે કરી સંપૂર્ણ લોકો “અકાળેજ જગત્ ફાટી જાયછે કે શું? એવી શંકા કરતા હવા.
એ પ્રકારે કરી અતિશય ક્રોધથી ઉદ્ધૃતપણે તે દુર્યોધન અને ભીમસેન, યુદ્ધ કરવા લાગ્યા છતાં જયશ્રી પણા વખત સુધી વા માટે હાથમાં માળા ઝાલીને ત્યાં સ્તબ્ધ રહેતી હવી. ત્યારપછી દુર્યોધન, ધણાકાળે કોઇ પણ પ્રકારે કરી ભીમસેનની નજરને ચૂકાવીને તેના મસ્તકને વિષે તે ભીમસેનને ગાએ કરી અત્યંત તાડન કરતો હવો. તે સમયે ગદાના પ્રહારથી ઉત્પન્ન થએલી જે વ્યથા, તેના સમુદાયે કરી જેનાં નેત્રો અત્યંત ભ્રમણ પામ્યાં છે એવા ભીમસેન, જેને વિષે પર્વત, વન અને વૃક્ષ ભ્રમણ પામેછે એવી પૃથ્વીને જોતો હવો. અર્થાત્ ગદા પ્રહારના લેંગે કરી ભીમસેનનાં નેત્રો ભ્રમણ પામ્યાં છતાં તેને પર્વત, વન અને વૃક્ષ-એઓની સહવર્તમાન ભ્રમણ પામનારી ભૂમિ દેખાવા લાગી; પછી પોતાના, વેગ સહન કરવાના ઉત્કર્ષ કરી કોઈપણ પ્રકારે પોતે યુદ્ધુને માટે સુસ્થિર થઈ તે ભીમસેન, અતિશય ક્રોધે કરી જેને અતિશય શક્તિ પ્રાપ્ત થયેલી છે, એવો હોતો થકો પોતાની ગદાએ કરી દુર્યોધનને હૃદયનેવિષે પ્રહાર કરતો હવો. તે પ્રહાર કરી દુર્યોધન કાંઈક દુ:ખનો અનુભવ લેઈ ફરી કોપાવેશે કરી ભીમસેનને મસ્તકનેવિષે ગદ્દાએકરી પ્રહાર કરતો હવો. તે સમયે તે ગદ્યાના પ્રહારસંબંધી પીડાએ કરી જેનાં બંને નેત્રો અત્યંત અંધારીમાં નિમગ્ન થયાં છે, અને ગદાપ્રહારને સહન કરવાને જેનું સર્વે શરીર અસમર્થ છે એવો ભીમસેન સ્તબ્ધ થયા. એવી અવસ્થાપ્રત્યે પ્રાપ્ત થએલા ભીમસેનને અવલોકન કરી જેની મુખકાંતિ મલીન થઇછે એવો અર્જુન, અતિશય ત્વરાએ શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરતા હવો,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org