________________
૪૫૮
ஓம்
સૈન્યસહિત જે શકુનિમામાદિક વીરોએ સહવર્તમાન, માંસેકરી પુષ્ટ થએલો અને પરાક્રમયુક્ત એવો જે કોરવાધિપતિ દુર્યોધન-તે યુદ્ધને માટે સિદ્દ થતો હવો. તે સમયે ક્ષણમાત્ર શોર્યકરી જેનું સૈન્ય શોભનારૂં છે,એવા પ્રલયકાળના વાયુસરખા તે દુર્યોધનના વેગને પર્વત સરખા સ્થિર રહેનારા છતાં પણ પાંડવપક્ષના વીશે, ન સહન કરતા હવા. તે સમયે જેને અંતકાળ સમીપ પ્રાપ્ત થયો છે એવો તે દુર્યોધન, પાંડવોએ પણ દુ:સહુ થયો. કારણ ગ્રીષ્મવતુની આખરનો તાપ સહન કરવા માટે કોણ પુરૂષ સમથૅ થાયછે? અર્થાત કોઈ સમર્થ થતો નથો. ત્યારપછી વેલાકચમાં રહેનારા સર્વે લોકોને “અકાળેજ આ કલ્પાંત થાયછે કે શું? એવી ભ્રાન્તિ ઉત્પન્ન કરનારો અને મહા ભયંકર એવો તે બંને સેનાનો સંગ્રામ થતો હવો. તે સમયે કૌરવોનો રાજા જે દુર્યોધન, તેનું જે કપટ નાટક-તેનો સૂત્રધાર જે શકુનિમામો-તે યુનેવિષે સહદેવને, જેમ મહોટો હાથી, નાના હાથીના બચ્ચાને રોધન કરેછે; તેમ રોધન કરતો હવો; અને સૂર્ય પોતાના અસ્તસમયે અગ્નિને આપેલું જે પોતાનું તેજ, તેણે દૈદીપ્યમાન જે અગ્નિ-તેણે સ્નાન કરેલાંન જાણે હોયના! એવાં ભયંકર બાણોને તે શકુનિ, સહદેવની આસપાસ વરસાવતો હવો. તે સમયે યથેચ્છપણે પતન પામનારાં જે શકુનિનાં ખાણો, એજ કોઇ એક કાટ–તેણે કરી સહદેવનો પરાક્રમરૂપ અગ્નિ અત્યંત પ્રદીપ્ત થતો હવો. તે સમયે તે સહદેવ, પોતાનાં તીવ્રમાણોએ કરી તે શકુનિની બાણપંકિતને, મેમ જેમ ઊર્દકે કરી દાવાનળની જ્વાળાને નાશ કરેછે, તેમ ખંડન કરતો હવો. તે સમયે બાહુસ્થંભના ગર્વની સહવર્તમાન અને કપટના કુરાળપણાની સહવર્તમાન તે ગાંધારદેરાનો રાજા જે રાકુનિ, તેનાં બાણુ તત્ક્ષણ નારા પામતાં હવાં. તે સમયે યુરૂપ દ્યૂત (જુગાર)નેવિષે પ્રાણરૂપ પણે કરી ક્રીડા કરનારો જે શકુનિ-તેને સહદેવ, બાણુરૂપ પાશાએ કરીનેજ જાણે હોયના! તેમ ઉતાવળે તે શકુનિને જીતીને તેના પ્રાણરૂપ પણને ગ્રહણ ફરતો હવૉ. અર્થાત્ શકુનિનો વધ કરતો હવો: ત્યારપછી સાક્ષાત્ દુર્યોધનનું ચિત્તન્ન હોયના! એવો તે શકુનિ નાશ પામ્યો છતાં તે સમયે દુર્યોધન, ધમણની જેમ શ્વાસોશ્વાસ છોડતો ચૈતન્યે વિકળ થતો હવો. અર્થાત્ શકુનિ મરણ પામ્યો એ વાર્તા સાંભળતાંજ દુર્યોધન સૂચ્છિત થયો: પછી મૂર્છાથી સાવધ થએલા દુર્યોધન, પોતાનું સંપૂર્ણ સૈન્ય મરણ પામેલું અવલોકન કરી ગત શૌર્ય એવો હોતો થકો વ્યાકુળતાને પામ્યો. ત્યારપછી પાંડવોના સૈન્યસંબંધી રથોથી ઉત્પન્ન થએલો અને અંધકારરૃપ વસ્તુની જેને ઊપમા છે એવી જે ધૂળ-તેના સમુદાયે કરી જેનું શરીર આચ્છાદિત થયું છે, એવો તે દુર્યોધન, યથેચ્છપણે રણભૂમિથી પલાયન કરતો હવો. તે સમયે જેવિષે એ ત્રણજ ારપુરૂષ અવશેષ રહેલા છે; એવું નાયકરહિત કૌરવસૈન્ય, જેમાં બેત્રણ મોતીઓ અવશેષ રહેલાં છે, એવી મેરરહિત મોતીની માળા સરખું ન શોભતું હતું. ત્યારપછી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainulltbrary.org