SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ છેકંપાયમાન થતું હતું. વલી હેરાજા આપના ગુણો શાંભળવાના અભિલાષથી પાશે પાશે થતી જતી હતી. અને મનમાં અતિ કુલાતી થકી કામાતુર માણુરાની પદે દેખાતી હતી. ઈત્યાદિક બધાં ચિનહી જઇને તે વખતે એ તર્ક કર્યો કે, એ રાજ કન્યાની આપની ઊપર ઘણી પ્રીતિ . બંધાઈ ગઈ છે, એમાં સંશય નથી. ટ્ટ) કરકના મુખથી એવાં વા શભળીને કામદેવના પાંચે બાણકરી હણાયે થકો પાંડુ રાજા હિ (” મહા પીડાને પામવા લાગ્યો. કોઈ પ્રકારે ચેન પડે નહીં. ક્ષણમાં બાગમાં જઈ કુવારાની પાશે ) (B ઊભો રહે, ક્ષણમાં પલંગ ઊપર જઈ બેશે, ક્ષણમાં ફૂલની શય્યા ઊપર આલો, ક્ષણમાં પાણી ) જ છટેલો પંખ લિયે, ક્ષણમાં આગ ઊપર ચંદન ચોપડે, ક્ષણમાં અજવાળામાં જઈ ઊભો રહે, હર Sઈ ક્ષણમાં શરીર ઊપર કપૂર પડે, અને ક્ષણમાં ઘણાં કમલવાળા સરોવરના કાંધ ઉપર જઈ બેશે ? ઈત્યાદિક અનેક ઉપાય કર્યા પણ મદનતાપ શમ્યો નહી. પછી પુના ઘણા વૃક્ષોવાળા બગીચામાં ગયો. ત્યાંહાં કુંતીના વિરહથી વ્યાકુલ થઈ ફરતાં ફરતાં એક ખેરનું ઝાડ જોયું. તેના થડની સાથે એક હોંસ ઊડી ગએલા માણસને ખીલાથી જડી રાખેલો દીઠો. તેના શરીરમાં મા રેલા લોખંડના ખીલાઓથી તે મહા પડને પામી રહ્યો હતો. તેનું કામદેવના જેવું સ્વરૂપ જોઈને છે તેની પાસે જઈ તેના શરીરમાંથી લોહડના ખીલાં કહાડી નાખ્યાં; ત્યારે જેમ કાપી નાખેલું ) છે ઝાડ નીચે પડી જાય તેમ તે પૃથ્વી ઉપર પડી ગયો. તેની ઊપર પાંડુએ શીતળ પાણી છાંટીને તથા બીજા ઘણા ઉપાય કરીને ચેતના આણી તે સાવધ થયો ત્યારેનતા સહિત તેને પૂછવા લાગ્યો. 5 પાંડુ– મહા ભાગ્ય, તમે કોણ છો! અને આવી દશા તમારી કેમ થઈ! પુરૂષ-મહારાજ, વૈતાઢ્ય પર્વતની ઊપર ઘણા સમૃદ્ધિવાન લોકોએ કરી સહિત એક હેમપુર નામનું નગર છે, ત્યાં હું વિદ્યાધર રાજા છું, અને મારું નામ વિશાલાક્ષ છે. એક સમયને વિષે હું પૃથ્વી પર્યટન કરવા નીકળ્ય; ફરતાં ફરતાં આ બાગની સમીપે આવી પહોતો. એટલામાં મારી છે) પાછળ મારા કેટલાએક દુશમણે કોણ જાણે ક્યાંથી આવી પહોતા. મને એકલો જોઈને જેમ કોઈ છે હાથિણની પાછળ ફરતા એકલા હાથીને તેના પકડનાર ઝાલી લિયે તેમ મને પકડીને આ ઝાડની આ સાથે જોડી દીધો, તેથી મારી આવી દુર્દશા થઈ તેમાંથી મને મુક્ત ક; માટે તમે મારા પ્રાણુના દેનારા છો. એના બદલમાં જેવી ઈચ્છા હોય તે આજ્ઞા કરે, હું તે કાર્ય કરવા તત્પર છું. - પાંડજ–હે ભાઈ તું પાછો પોતાના રાજ્યમાં જઈ પ્રજાનું સારી રીતે પાલણ પોષણ છેકરશે તેના કરતાં વધારે સારું અને શું છે કે જે તારી પાસે માગું! મક વિશાલાક્ષ–મુખ મુદ્રાઊપરથી તમે અતિ ચિંતાતુર દેખાઓ છો; તેનું કારણ મને 9) સમઝાવે. (એવાં તે વિદ્યાધરનાં વચન સાંભળીને રાજાએ કુંતીનો સર્વ વૃત્તાંત કહી સાંભળવ્યો છુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy