________________
આ રાજકન્યાનું લગ્ન માં રાજાની સાથે કરશે. જેમ સુગંધયુક્ત માલતીના પુષ્પથી બ્રમર શેભાને છે પામે છે. તેમજ એ કન્યાથી રાજા શેભાને પામશે. વળી એ કન્યાની એક શકી નાની બેન 2. માદી નામની અતિ રૂપવાન છે. તેની ઉપર ચેદી દેશના દમઘોષ નામના રાજ ઘણે પ્રેમ જ છે. પણ મોટી દીકરીનું લગ્ન થયા વિના નાની દીકરીને પરણાવવી એ અઘટિત છે. એમ જાણીને
તે પુત્રીને રાજાએ પરણાવી નથી. પહેલાં મોટી છોકરી પરણે તો પછી નાની છોકરીનું લગ્ન
કરવામાં કોઈ દોષ રહે નહીં. માટે હે ભીષ્મ, એ રાજ કન્યાઓનાં લગ્ન સંબંધી સર્વ કાર્યતમારાજ છે છે. હાથમાં છે. તે ત્વરાથી કરવું જ છે.
- એ પ્રકારે તે પ્રવાસી પુરૂષનાં વચનો શભળીને ભીષ્મ અતિ પ્રસન્ન થયો. અને પોતાને જ મને રથ પ્રયાસ વિના સિદ્ધ થયો એમ જાણીને પાંડુને જણાવ્યું તેથી તે પણ પરમાનંદને પામ્યો. રાજકન્યાના શરીરનું ચિત્ર પાંડુ રાજાના ચિત્તરૂપ પટને વિષે કામદેવરૂપ ચિતારે પ્રથમ આલેખી રાખ્યું હતું, તે યદ્યપિ ભાવપણે વૃત્તિ ગોચર તો હતું પણ દિવ્યપણે દષ્ટિ ગોચર નહી હોવાને લીધે બીજ ઉત્તમ સ્વચ્છ પટ ઊપર ચીતરાવીને પોતાની પાસે રાખ્યું. તેથી તેની વૃત્તિ અતિ શાંતિને પામી ગઈ પણ કામાગ્નિએ કરી શરીર તપ્ત થઈ ગએલું તે આલિંગનરૂપ જલ વિના શીતલતાને કેમ પામે. અર્થાત આલિંગનની ઈચ્છા થવા લાગી. તેથી તે સ્ત્રી વિષે પાંડુને આ થાન થયું અને ફરી ફરી ચિંતન કરવા લાગ્યો કે, જે દિવસે મારા ને ભમરાઓ બનીને કંતિના મુખરૂપ કમળની લાવણ્યતા રૂપ મકરંદને પાન કરશે, તે દિવસને હું ધન્ય માનશ - પછી ટલાએક દિવસ વીત્યા કેડે ભીષ્મ સત્યવતીને પૂછીને કરક પોતાના માણસોને પિતાના કાર્યને માટે તે પ્રવાસી પુરૂષની સાથે શૌર્ય પુર જવાને મોકલી દીધો. તે બન્ને વિદાય થઇને તે નગને વિષે આવી પહોતા. પછી શુભ સમયે રાજ દરબારમાં ગયા. ત્યાં કુંતિ પોતાના
પિતાના ખોળામાં બેઠેલી છે. તેને જોઈને તે પ્રવાસી બોલ્યો. (9) પ્રવાસી –મહારાજ, આપની આજ્ઞાનો અંગીકાર કરીને દેશદેશ ફરતાં એક દિવસે હું
મદોન્મત્ત હસ્તિઓએ કરી યુક્ત જે હસ્તિનાપુર તેમાં હું ગયો. ત્યાંહાં પ્રકુલિત કમલના જેવા
છે જેના નેત્ર, તથા ચંદના જેવું છે જેનું મુખ, એવો સુંદર અને મહાપ્રતાપી પાંડુ રાજા રાજ્ય છે. કરે છે. એ પુરૂષ રત્ન જોતાંજ મને એવું થયું કે, આ પૃથ્વીનું નામ જે રત્નગર્ભા છે તે સાર્થક પર છે. જેના બાહુ પર્વતની પદે સ્થિર, પુષ્ટ તથા ઉચા છે. અતિ વિશાળ જેનું વક્ષસ્થળ છે. જેમ
કલ્પવૃક્ષ સ્વઆશ્રિત જનોની સર્વ મનકામના પૂર્ણ કરે છે, તેમ જેનાં હસ્ત યાચક જનોના સર્વ
મનોરથ પૂરે છે માટે એના હસ્ત તે કલ્પવૃક્ષજ છે. સ્વનગરની રક્ષા કરવાને અર્થે જેને પસછે કમરૂપ પ્રાકારજ હોયની! એવા પરાક્રમની ઇંદ પણ અભિલાષા કરે છે. જેનાં સર્વ લક્ષણો છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org