________________
સમુદ્ર જેમ કપાંતકાળનેવિષે ગતને ખુરાડવા માટે પ્રવૃત્ત થાયછે તેમ શત્રુની સેનાનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થતા હવા. પાંચ યમ, જેમ કર્મોને જીતેછે; તેમ અભિમન્યુ અને ચાર પાંડવો મળી પાંચ યમરૂપ પાંચેજણા દ્રોણાચાર્યે રૂપકર્મને જીતીને સંસારચક્રના જેવું દુર્ભેદ એવા ચક્રવ્યૂહને ભેદન કરતા હવા. તે સમયે સંયમીપુરૂષ, ક્ષમાદિક દશ પ્રકારના યતિધર્મ કરીને જેમ ક્રોધાદિક ચાર કષાયને રોધન કરેછે; તેમ યદ્રથ, કંકપત્રખાણો રૂપયતિધર્મે કરી ચારે પાંડવો રૂપચારકષાયનું ોધન કરતો હવો. તે સમયે ક્રોધાયમાન એવો અભિમન્યુ તો નિર્દોષ એવાં યુદ્ધના ઉત્સાહને માટે ધૈર્યવાન હોઇને જયદ્રથની સમક્ષ, તે વૈતાળ નામના પિશાચગણના રાજાના વિવર સરખા ભયંકર ચક્રવ્યૂહમાં પ્રવેશ કરતો હવો. (શ્વેતાળ નામના પિશાચગણના રાજાનું વિવર ધા પિશાચોએયુકત હોવાથી તેમાં અન્ય પુરૂષને પ્રવેશ કરવા માટે ભયંકર છે તેમ આ દ્રોણાચાર્યે રચેલો થક્રવ્યૂહ પણ કર્યું યથાકિ દુપુરૂષોએયુકત હોવાથી તેને વેતાળ વિવર એવી ઉપમા આપી.) અને ત્યાં તે અભિમન્યુ એકલો છતાં પણ, મર્યાદાનું લંધન કરનારો એક પણ સમુદ્ર જેમ સર્વ પર્વતોને પૂરાડે છે તેમ યુદ્ધને વિષે કોટચાવધિ શત્રુઓને મારતો હતો. તે એક ધનુર્ધારી એવા અભિમન્યુના બાણોએ કરી સર્વે રાજાઓ, જેમ અકાળે પ્રાપ્ત થનારા મેધની વૃષ્ટિએ શાળ (જેમાંથી ચોખા થાયછે તે) વ્યથા પામેછે તેમ અત્યંત વ્યથા પામતા હવા. તે સમયે શલ્ય, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, કૃતવમો અને દુર્યોધન-એઓ પણ અભિમન્યુનું પરાક્રમ,જેમ ધાન્યના સમુદૃાયેતીવ્રતાપ દેનારો વાયુ ઉનાળામાં જે લુવાયછે તે) સહન કરો જતો નથી તેમ સહન કરી શકા નહી. તે સમયે તે અભિમન્યુ તે શલ્યાદિકને યુદ્દનૅવિષે પલાયન કરાવીને જેમ પાપકમૅના ઉદયનો મહિમા, ધણાક મનોરથોનો ખાત કરેછે તેમ દુર્યોધનના લક્ષ્મણાદિક ધણાક પુત્રોને મારતો હવો. ત્યારપછી કૌરવસેનામાં શ્રેષ્ઠ યોદ્ધાઓ, તે અભિમન્યુને અતિ દુય જાણીને તેઓ સર્વે એકઢમ, જેમ અરણ્યનેવિષે પારધીઓ, વરાહને ઘેરીલેછે તેમ ઘેરી લેતા હવા; પરંતુ એક વાધને જીતવા માટે શીઆળીયા જેમ સમથૅ થતા નથી, કિંવા નક્ષત્રગણો જેમ એક સૂર્યને જીતવામાટે સમર્થ થતા નથી, તેમ તે એકલા અભિમન્યુને જીતવા માટે તે સંપૂર્ણ રાજાઓ સમર્થ થયા નહીં. ત્યારપછી તે અભિમન્યુના ધનુષ્યને કર્ણ તોડતો હો, કૃપાચાર્યે, તે અભિમન્યુના સારથીને મારતા હવા અને કૃતવર્માં, તે અભિમન્યુના રથને ચૂર્ણ કરતા હવો. તે સસુયે અભિમન્યુ, હાથમાં ઢાલ, તરવાર લેઈને યુદ્ધ કરવા લાગ્યો; પરંતુ તેજ સમયે, પ્રદીપ્ત થએલા અગ્નિના ધુમ્રસમુદાય સરખા તે અભિમન્યુના ખડ્ગને અનેત્થામા પોતાના ખાણોએ કરી ખંડન કરતો હવો. ત્યારપછી તે અભિમન્યુ પોતાના હાથમાં ચક્ર ધારણ કરી પોતાના કીર્તિરૂપ કમળક્ષેત્રનેવિષે તૃણના ગુચ્છાની જેમને ઊપમા છે એવાં રાજાઓનાં મસ્તકોને ધડથી ભિન્ન કરતો હતો. એ પ્રકારે અનેક આયુધોએ કરી તે અભિમન્યુ
Jain Educationa International
For Personal and Private Use Only
૪૧૯
www.jainellbrary.org