SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪. છે. ઉચેશ્રવા અશ્વ એ પણ એક રત્ન ગણાય છે) તેની શોભાને ધારણ કરનાર એવા અ- Ge લોની પંક્તિઓ ભવા લાગી. તે સમયે જેઓને બાલ્હીક દેશ સંબંધી અો જેલા છે અને રક્ષણ કરવા માટે રહેલી સેનાએ જે રક્ષિત એવા દિવ્ય રથ, સૂર્યના રથને તિરસ્કાર કરીને જ જાણે હોયના! તમ અત્યંત શેભવા લાગ્યા. તે સમયે બંધુઓની સહવર્તમાન કવચ ધારણ કરેલ યુધિષ્ઠિરરાજા, શત્રુઓના અરિષ્ટને ઉત્પન્ન કરવા માટે જ જાણે હોયના! તેમ પરિવેશે યુક્ત એવા સૂર્ય સરખો અરિષ્ટરૂપ દિસવા લાગ્યો. અર્થાત, ઉપગ્રહયુક્ત સૂર્ય, દૃષ્ટિ પડ્યો છતાં જેમ રાજદિકોને શત્રુથી નાશ થશે એવું સૂચવે છે તેમ કવચ ધારણ કરેલ યુધિ- D ટિરરાજા, સર્વ શત્રુઓને નાશસૂચકજ દિસવા લાગ્યો. તે સમયે નાના પ્રકારનાં આયુધો ધારણ Sી કરનારા પાંચ પાંડવો, પ્રલયકાળની વખતે જે વિષે વિદ્યુલતા ઘણું કુરણ પામે છે એવા મેધ ? સરખા ભવા લાગ્યા. તે સમયે જેવી રીતે કોઈ પુરૂષ, ઊદક અને ભક્ષણ કરવા માટે યોગ્ય એવા પદાર્થોને ગ્રહણ કરી સમુદ્ર તરવા માટે નૌકામાં બેસે છે તેવી રીતે તે પાંડવો અમોધ એટલે સફળ એવાં શસ્ત્રાદિક સહિત, યુદ્ધરૂપ સમુદને વિષે તારનાર એવા જે નૌકારૂપ રથો-તેની ઊપર આરોહણ કરતા હવા. તે પાંચ પાંડવો એજ જાણે પાંચ ઇંદ-તેમને દેવો સરખા રાજાઓ કેટ લાએક દઢ રથની ઊપર આરોહણ કરી આસપાસ સેવન કરતા હતા. તેમજ લાએક હાથી ) f) ઊપર બેસના કેટલાક અશ્વો ઊપર બેસનારા અને કેટલાક પદચારીઓ પણ પાંડવોની આસ- nો પાસ રહેતા હવા. તે સમયે જેના અશ્વ અરૂણે પ્રેરણ કરે છે, જે કાંતિને પતિ છે, અને જે જે પોતાના કિરણરૂપ હસ્તપંકિતએ અગ્નિદેવતાસંબંધી બાણને કરનારોજ જાણે હોયના! અને સુવર્ણના સરખી કાંતિએ જણે સુવર્ણની કાંતિ ધારણ કરનારા જ હોયના! એવો અને તે પાંડવોના સહાયને માટે જ જાણે હોયને! એવો સૂર્ય, પૂર્વદિશાનેવિશે ઉદય પામ્યો. એટલામાં છે જેને વિષે અતિશય પ્રકાશ પ્રસરેલો છે અને જેનેવિષે જાણે હજારો સૂર્યોદયજ થયા હોયના! આ 6 એવી કુબેર દિગપાળને ઊત્તરદિશાને તે સંપૂર્ણ સૈનીક લોકો અવલોકન કરતા હવા. વિમયે કરી જેઓનાં નેત્ર પ્રફુલ્લિત થયા છે એવા સૈનીક લોકો, તે દિશાપ્રત્યે જેવા અવલોકન કરે છે એટલામાં તે સૈનીકો તે દિશાનેવિષે દિવ્ય એવાં ઘણાં વિમાનને આવતાં અવલોકન કરતા હવા. વર એટલામાં જેઓએ પોતાના બાહુપરાક્રમે કરી શત્રુઓના બાહુઓનું પરાક્રમ દૂર કરવું છે એવા સ મણીચૂડ, સહસ્ત્રાક્ષ, ચંદ્રાપીડ, મહાબળ, અને ચિત્રાંગદાદિક વિદ્યાધરેશે, તે વિમાનથી નીચે ઊતરી ખેચની સેનાએ યુક્ત હોઇને તેઓ સર્વ, ધર્મરાજાને વંદન કરતા હવા; અને હાથ જોડી ભાષણ કરવા લાગ્યા કે “હે દેવ, પૂર્વે તમે અને તમારા બંધુઓએ અનેક પ્રકારના સુકતે કરી યથેચ્છપણે અમારું આ જીવીત વેચાતું લીધેલું છે. આજ વિદ્યાધરના મુખથી તમારે કરવાની છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy