________________
છે માટે આજ્ઞા કરતો હશે. અને સર્વ મંડળીક રાજાઓના સંમત કરી યુધિષ્ઠિર, કુપદરાજનો કે પુત્ર જે ધષ્ટદ્યુમ્ન–તેને સેનાધિપતિ કરતો હો.
- પછી બીજે દિવસે પ્રાત:કાળે સૈન્યસમુદાયસંબંધી રાજા યુદ્ધ કરવા માટે નિકળ્યા છતાં તે સમયે તેઓના ક્રોધ રૂપી અગ્નિની જ્વાળા જ હોયના એવાં નાના પ્રકારના વર્ણનાં ધારણ કરેલાં
રેશમી પટ વસ્ત્રાદિક તે પણ વીરો સહવર્તમાન નિકળ્યાં. અથત વીરોએ ધારણ કરેલાં ચિત્ર વિચિત્ર છે 6. વસ્ત્રો, વીના ક્રોધરૂપ અગ્નિની જવાળા સરખાં શોભવા લાગ્યાં. તે યુદ્ધના આરંભને જે ઉ. ઈ. ઇ ત્સાહ-તે ઉત્સાહવાળી યોદ્ધાઓની જે પંક્તિ-તેમના ભક્ષણને માટે દહી અને ચોખાની ઘાણીનું
ચૂર્ણ એ બંનેના બનાવેલા લોંદા સરખા કરંભ નિર્માણ કરચા. તે સમયે “યુદ્ધનો જે ઉત્સાહ તેને વીરોના કંઠમાં રહેનારી આ માળાઓ જેશે એવું બને જ જાણે પહેરીઓ હોયના! તેમ, પ્રકુશિત હોઇને સુંદર અને ઉપભોગ કરવાને માટે યોગ્ય,એવી નવિન માળાઓ કેટલાક પુરુષોએ પિતાના કંઠને વિષે પહેરી. તેમજ ઊત્તમ વીરપુરૂષોના શરીરે લેપનાદિક કરવા માટે કેટલાક પુરૂષએ ચંદન ઘસ્યું; અને વીરપુરૂષને તિલક કરવા માટે કસ્તુરીનું ચૂર્ણ કર્યું. તે સમયે યુદ્ધને
આરંભે યોદ્ધાઓના નિવાસવિષે શસ્ત્રાસ્ત્રના અધિષ્ઠાયક જે દેવો તેના બળિદાન અને પુષ્પ સમ, પંણાદિકે કરી શોભનારા એવા મહોત્સાહપ્રવૃત્ત થવા લાગ્યા. તે સમયે પતિના જ્યની ઈચ્છા કરનારી (1) એવી વીરસ્ત્રીઓએ માનેલી દેવોની પૃથક પૃથક લક્ષાવધિ માનતાઓના શબ્દ સંભળાવા લાગ્યા.
અર્થાત, તે સમયે સર્વ વીરરસ્ત્રીઓએ યુદ્ધવિષે પોતાના પતિઓને જય પ્રાપ્ત થાય એ માટે દેવની પાસે લક્ષાવધિ પ્રાર્થનાઓ કરી. કેટલીએક વીરસ્ત્રીઓ પોતાના પતિને પૂર્વ થએલો જે સંગમ-તેણે કરી ઉત્પન્ન થએલો જે પ્રેમ-તે પ્રેમના તરંગેએ કરીને જ જાણે હોયના! તેમ એકાંત સ્થળે યથેચ્છમણે પોત પોતાના પતિને દૃાલિંગન કરતી હતી. કેટલીક સ્ત્રીઓ-જેઓને એકાંત સ્થળે પતિના આલિંગને કરી રોમાંચ પ્રાપ્ત થયો છે, એવીઓ તે સ્ત્રીઓ, પતિ પ્રત્યે ભાષણ કરવા લાગી કે “હે પ્રાણનાથ, હું વીરકન્યા છું, અને લેકોમાં પ્રખ્યાત એવી વીરનુષા પણ છું; એ માટે તમોએ સાંપ્રતકાળે મને અખંડ એવું વીરપત્નિત્વ આપવું. અર્થાત તમે યુદ્ધને વિષે મહા પરાક્રમ કર્યું છતાં મને સર્વ લોકો વીરપત્નિ કહેશે. તમે યુદ્ધ સંગતિ કરી છતાં શત્રુઓની દૃષ્ટિ ભયમુક્ત થઈ વિશ્રાંતિ પામે, અને તમારા પ્રભુની દૃષ્ટિ આનંદયુક્ત થઈ વિશ્રાંતિ પામે. તમોએ, તમારા ખભેદ પામેલા ગજ ગંડસ્થળથી ઉત્પન્ન થનાર મોતીઓની માળાને મને સમર્પણ કરવી, અને તમારી કીર્તિ વર્ણન કરનારી થાઊં એવી મને કરવી.
યુદ્ધમાં તમોને જોનારા યોદ્ધાઓના સર્વ સમુદાયને જેવા તમે વર્ણન કરવા યોગ્ય, તેવી હું પણ SS) સર્વ લોકોએ વીર પત્નિ કરી વર્ણન કરવાને યોગ્ય, એવી થવાની ઈચ્છા કરુંછું. કેટલીક સ્ત્રીઓ હજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org