________________
વર્ણન કરનારા, જેઓ અત્યંત મિત્રતાએ યુક્ત અને સુંદર વેડયમય એક આસન ઉપર બેસનારા એવા ધર્મરાજા અને ગરૂડદજ કૃષ્ણ-એ બંને, રાત્રીનેવિષે મહા આનંદથી આસ્થાનસ્થળમાં રહેતા હવા.
• એટલામાં તેજક્ષણે તે સ્થળનેવિષે કોઇઍક છડીઢાર આવીને પોતાની જમણી બાજુએ છડી નીચે મૂકી ધમૈરાજાને અને કૃષ્ણને પોતાના હાથ જોડી વંદન કરી ભાષણ કરવા લાગ્યો કે ‘હે દેવ, રાજગૃહનગરથી શેખરક નામનો દૂત બાહાર આવ્યોછે; તે તમારા ચરણનાં દર્શન કરવાની ઇચ્છા કરેછે” એવું તે છડીદારનું ભાષણ શ્રવણ કરી કૃષ્ણે “તેને અંદર લઈ આવ” એવું કહ્યું એટલે કૃષ્ણની આજ્ઞાએ તે છડીદાર, શેખરક નામના દૂતને અંદર પ્રવેશ કરાવતો હવો. તે રોખરક, કૃષ્ણ અને ધર્મરાજાને વંદન કરી બેસીને હાથ જોડી વિજ્ઞાપના કરવા લાગ્યો કે “હે દેવ, જરાસંધ નામક રાજાનો સોમક નામનો દૂત પૂર્વ દ્વારકાંથી પાછો ગયો; તે વેગે કરી રાજગૃહનગરીપ્રત્યે ગમન કરતો હવો. તમોએ જેનો અતિશય ઉપહાસ કરચો હતો એવો તે દૂત, અતિ ક્રોધયુક્ત થઈ તે રાજગૃહનગરી વિષે ક્રોધે કરી અત્યંત દેદીપ્યમાન એવા જરાસંધરાજાપ્રત્યે આ પ્રમાણે ભાષણ કરવા લાગ્યો કે “હે દેવ, હું દ્વારકામાં જઈ સમુદ્રવિજયરાજાપ્રત્યે તમારી આજ્ઞાએ એ ગોપપુત્રોને માગવા લાગ્યો, તે સમયે તે સમુદ્રવિજયરાજા વૃદ્ધુ છતાં પણ યુવાન સરખો અનમ્ર થઇને ભાષણ કરવા લાગ્યો કે “તારો પ્રભુ, એ બે ગોપપુત્રોને માગેછે તે પુત્રો આ જગતમાં કોઇને પણ પ્રાપ્ત થવાના નથી; એવું છતાં તારા સ્વામિનો શું હું કિંકરહ્યું? કિવા આાધારક છું? જે કારણ માટે તે કુમતિ બળાત્કારે આજ્ઞા કરી મારી પાસે તે બે પુત્રોને માગે છે; તે કેવળ સર્પશ્રેષ્ટના મસ્તકનેવિષે રહેનારા મણીને ગ્રહણ કરવાની ઇચ્છા કરેછે, અને એ મનુષ્ય, સિંહની દાઢ પણ આકર્ષણ કરવાની ઈચ્છા કરેછે” પરંતુ હે દેવ, તે ગોપબાળક, નવીન તાણ્યે પુષ્ટ અને મૂર્તિમાન અહંકારજ, કિવા મૂર્તિમાન ઉત્સાહજ, કિવા મૂર્તિમાન ક્રોધજ હોયના! એવા છે. તેમાં એક વડિલ છે તેતો જેમ અગસ્તઋષિએ સપ્ત સમુદ્રને પ્રાશન કા, તેમ જેનું બાહુપરાક્રમ ઉદ્દય પામ્યું છે; એવો તે ભૂમિતળનેવિષે સર્વે શત્રુને પ્રાશન કરવાની ઈચ્છા કરેછે. અર્થાત્ સર્વે શત્રુનો સંહાર કરવાની ઈચ્છા કરેછે, તેમાં વળી કનિષ્ઠ છે તેને તો, ભુજસ્તંભે સંપાદન કરેલું જેનું અતુલ તેજછે એવા ચરિત્ર કરી ચિત્રિત થએલા સંપૂર્ણ લોકોએ કેવળ સર્વ લોકો કરતાં શ્રેષ્ઠ માન્યોછે. તે કનિષ્ઠ, ઈંદ્રના સામર્થ્યને પણ તૃણ તુલ્ય માનેછે તો પછી મનુષ્યથી ઉત્પન્ન થએલા મળ સંબંધી કીટકતુલ્ય એવા રાજાઓની તો વાતજ શી? કોઈ એક સ્થળે કોઈસ્મક જરાસંધ નામનો રાજાછે એવું તો તે જાણતો પણ નથી. ચક્રવાલ પર્વતના પાછલા ભાગભણી રહેનારો જે અંધ:કારનો સમુદાય તે, સૂછે એમ જાણેકે શું! અર્થાત, નથીજ જાણતો, સર્વ વીર સમુદાયના મસ્તકભૂષણ તુલ્ય એવા કંસને મારી, હસ્તિઓને મારીને જેમ, સિંહ અત્યંત
Jain Educationa International
८४
For Personal and Private Use Only
૩૦૩
www.jainelibrary.org